Monday, December 23, 2013

જીવામૃત...કેમ બનાવવુ...?

પહેલા તો હૂ સ્વ.રાજીવ દીક્ષિત નો આભાર માનીશ જેમના બ્લોગ થકી મને આ જીવામૃત બનાવવા ની રીત જાણવા મળી

જીવામૃત ઍટલે જમીન માટે અમૃત

ગાય નુ ખાતર બનાવવા પહેલા આપણે જીવામૃત બનાવતા શીખીયે કારણ કે જીવામૃત નો ઉપયોગ કુદરતી ખાતર બનાવવા મા પણ થાય છે...

આ પોસ્ટ દ્વારા આપણે જાણીશુ કે જમીન મા રહેલા સૂક્ષ્મ જીવાણુ ઑ ની વૃદ્ધિ માટે શુ કરવુ

આ જીવામૃત ઍટલે પ્રવાહી ખાતર જેને તમારે ખેતર મા નાખવુ જ જોઈયે...

હવે આપણે જીવામૃત  કેમ બનાવવૂ તે જાણીયે....


બનાવવા ની રીત ( ૧ ઍકર માટે )

જરૂરી વસ્તુઓ.....

* ગાય નુ તાજુ છાણ ૧૦ કિલો
* ગૌમુત્ર 10 લીટર
* ગોળ ૧ ~ ૨ કિલો
* કોઈ પણ પ્રકાર ની દાળ નો લોટ ૧ ~ ૨ કિલો
* વડ કે પિપળા ના ઝાડ નીચે ની માટી ૧ કિલો
 ( વડ કે પીપળા ના મૂળ કુદરતી રીતે ઑક્સિજન છોડે છે જેથી ત્યાની જમીન મા ઘણા સૂક્ષ્મ જીવાણુ ઑ નો વિકાસ થાય છે )

આ બધી વસ્તુ ઑ ની હાથ થી ભેળવી લ્યો અને મોટા ડબલા મા રાખી દેવુ સૂર્ય પ્રકાશ થી દુર.( હવે તો ૨૫ કિલો ના ગોળ બ્લૂ ડબ્બા,કાળા ઢાકણા વાળા મળે છે તે પણ વાપરી શકાય ) આ મિશ્રણ ની દર રોજ આયેક થી બે વાર લાકડી થી હલાવતા રહેવુ....

લગભગ ૧૫ દિવસે જ્યારે તેમા બુલબુલા બનવાના ઓછા થઈ જશે ત્યારે સમજવૂ કે જીવામૃત બની ગયુ


મોટા પાયા પર બનાવવા માટે

તમારુ ખેતર જેટલા ઍકર હોય તેટલા ઘણી ઉપર જણાવેલી વસ્તુ ઑ લઈ જીવામૃત બનાવવુ....
દા.ત ૨ ઍકર માટે ઉપર જણાવેલી વસ્તુ ઑ ડબલ........


વાપરવા ની રીત ( ૧ ઍકર પ્રમાણે )

૧ ઍકર માટે બનાવેલુ જીવામૃત તેનાથી ૧૦ ગણુ પાણી ઉમેરી વાપરવુ ઍટલે કે ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી ઉમેરી ખેતર મા છાટી દેવુ...છાટવા માટે નાનકડા ટબ નો ઉપયોગ કરી શકો...અથવા સ્પ્રે મશીન નુ નોસલ કાઢી ને વપરાય. કા પછી ટપક પદ્ધતી હોય તો ડાઇરેક્ટ પણ આપી શકાય ટપક ના પાઇપ વડે.


નાખવાનો સમય

ખેડવા પેલા અથવા સાથે

બી વાવવા ના ૩ દિવસ પેલા

બી વાવી લીધા પછી ૨૧ મા દિવસે ( 5 લીટર જીવામૃત 100 લીટર પાણી ભેળવી છાટવુ ૧ ઍકર પ્રમાણે....પાક ના મૂળ મા)

ત્યાર બાદ દર ૨૧ મા દિવસે નાખતા રહો ( ૧૦ લીટર જીવામૃત ૨૦૦ લીટર પાણી મા ભેળવી છાટવુ ૧ ઍકર પ્રમાણે....પાક ના મૂળ મા)


ફાયદા

છાણ મા ઘણા સૂક્ષ્મ જીવાણુ ઑ હાય છે.આપણે જે બીજી વસ્તુ ઑ જીવામૃત મા ભેળવી છીઍ તે આ છાણ મા રહેલા સૂક્ષ્મ જીવાણુ ઑ નો ખોરાક બને છે અને તેની સતત વૃદ્ધિ થતી રહે છે. જ્યારે આ જીવામૃત જમીન મા છાટવા મા આવે ત્યારે જમીન મા રહેલા સૂક્ષ્મ જીવાણુ ઑ ની સંખ્યા વધતી જાય છે.

પહેલા ની પોસ્ટ મા જણાવ્યુ કે આપણે જમીન ઢાંક્વા જે કૃષિ અવશેષ વાપરશુ તે આ જીવાણુ ઑ નો ખોરાક બને છે અને આ જીવાણુઑ ઍ બાયોમાસ માથી મેળવેલા પોષક તત્વો પાક ને મળે છે જેથી પાક ને પર્યાપ્ત પોષણ મળી રહે છે.જીવાણુ ઓની વધતી સંખ્યા થી જમીન ની પાણી શોષવાની તાકાત પણ વધે છે.

આમ થોડાક જે ગાય ના છાણ અને ગૌમુત્ર થી કેટલો મોટો ફાયદો થઈ શકે છે તે જોઈ શકો છો...

** કાલે જોઈશુ કુદરતી ખાતર કેમ બનાવવુ **

જુઓ આની પહેલા ની પોસ્ટ

 

www.karokudratikheti.blogspot.com 

 

- આશિષ જાડેજા

1 comment:

  1. જીવામૃત બનાવવા કંઈ ગાયનું મૃત્યુ વાપરવુ

    ReplyDelete