Wednesday, December 25, 2013

કુદરતી ખાતર બનાવવા ની રીત.....

હૂ મારા ખેડૂત મિત્ર  જે ઘણા વર્ષો થી આ રીતે કુદરતી ખાતર બનાવે છે તેમનો આભાર માનીશ જેમના થકી મને આ કુદરતી ખાતર બનાવવા ની રીત જાણવા મળી


ગાય ના છાણ માથી ખાતર તો ઘણા ખેડૂત બનાવે છે પણ તે ફક્ત ગાય નુ છાણ અને કચરો ભેગો કરી રાખી દે છે જે તદ્દન ખોટી રીત છે.થોડીક સાવધાની રાખવાથી આ ખાતર ખૂબ જ સરસ અને જલ્દી બની શકે.


ખાતર બનાવવા ની રીત

જરૂરી વસ્તુઑ.....

* ગાય નુ છાણ

અંદાજે  ૧૦૦૦ કિલો લીલુ બાયોમાસ હોય તો ૫૦ કિલો ગાય નુ છાણ

અથવા

અંદાજે  ૧૦૦૦ કિલો સૂકુ બાયોમાસ હાય તો ૧૫૦ કિલો ગાય છાણ

* બાયોમાસ ( ઘાસ, કચરો,ઝાડ ના પાંદ , વનસ્પતી, વગેરે )

* જીવામૃત ( જે આપણે પાછલી પોસ્ટ મા બનાવતા શીખિયા...તે વાચવા અહી જાવ ).


બનાવવાની રીત

પહેલા જમીન પર ખાડો ખોડી લેવો ફુટ નો અને તેની પહોળાઈ ૩ ફુટ રાખવી લંબાઈ ગમે તેટલી રાખી શકો..

હવે આ ખાડા મા પહેલા જીવા મૃત નાખવુ (આખો ખાડો સારી રીતે ભીનો થાય તેટલુ)

તેના પર મોટી ડાળીયો (બાયોમાસ) રાખવી. આ ડાળીયો રાખવા થી વધારા નુ પાણી નીચે જમીન શોષી લે છે અને હવા ની પણ આવ જા થઈ શકે છે...

થોડીક બારોબાર પ્રમાણ મા લાકડી ઑ રાખવી.અંદાજે ૧૦ સેન્ટીમીટર જેટલી ઉચાઈ.

હવે આ લાકડી યો ઉપર બાયોમાસ ની અડધા ફુટ ની પરત બનાવવી.

તેના ઉપર પાછુ જીવામૃત છાટવુ.

અને તેને માટી થી ઢાકી દેવુ ( ૩~૫ સેન્ટીમીટર ની માટી ની પરત અંદાજે જેથી બધુ બાયોમાસ ઢંકાઈ જાય )

આમ ઍક પર ઍક પરત બનાવતા જાવ બાયોમાસ , જીવા મૃત અને માટી ( લાકડી ઑ ન રાખવી )

આમ ૩ ફુટ નો ઢગલો કરવો.

આ ઢગલા વચ્ચે ૨ કા ૩ પાઇપ ( પાતળા PVC પાઇપ )ખોડી દેવા જેથી તેના દ્વારા હવા આવી જાઇ શકે.

આ ઢગલાને બહુ દબાવવો નહી કે ન તો બહુ ઢીલો રાખવો

આમ આ બનેલા ઢગલા ની નીચે ફોટા મા બતાવ્યુ છે
તેમ આકાર આપી દેવો અને સંભવ હોય તો તેના ઉપર માટી અને છાણ નુ મિશ્રણ કરી લેપ કરી નાખવો જ્યારે આ લિપાઈ સુકાઈ જાય ત્યારે પાઇપ ના ટુકડા કાઢી નાખવા


જો તમે લિપાઈ ન કરી શકતા હોય તો કાળી તાલ પત્રી કે કાળા પ્લાસ્ટિક થી ઢાકી શકાય.


ઢગલો વ્યવસ્થિત બન્યો છે કે નહી તે ચકાશવા

સાત આઠ દિવસ પછી આ ઢગલા મા લોખંડ નો સળિયો નાખી ૫ ~ ૧૦ મિનિટ રહેવા દ્યો. ત્યાર બાદ આ સળિયા ને અડી જોવો આ સળિયો ગરમ થયેલો જણાય તો સમજવૂ ઢગલો વ્યવસ્થિત બનેલો છે.

અન જો સળિયો ગરમ ન થાય તો ઢગલો પાછો બનાવવો.

લગભગ ૧૫ થી ૨૦ દિવસ પછી આ ઢગલો બેસી ગયેલો જણાશે તેથી તે ઢગલા ને પાવડા થી બરોબર ઉચો નીચો કરી પાછો બનાવવો.

બીજી પરતો તેના પર બનાવવી હોય તો તે પણ બનાવી શકાય.

આમ ૧૫ દિવસે ૧ વખત ઢગલા ને હલાવતા રહેવુ જોઈયે. બે થી ત્રણ મહિના મા સરસ પ્રકાર નુ ખાતર તૈયાર થઈ જશે.આ ખાતર ને છાયા મા ભરી ને રાખી દેવુ અને વાપરવુ હોય ત્યારે વાપરવુ.
પણ
આ ખાતર મા જે અડધી પાકેલી વસ્તુ ઑ જણાય તે કાઢી લેવી અને તેનો પાછો ઢગલો બનાવી રાખી દેવો.


ખાતર બરોબર બન્યુ છે કે નહી તે કેમ જાણશો

જો ખાતર બરોબર બન્યુ હશે તો તેને મુઠ્ઠી મા લઈ મુઠ્ઠી બંધ કરશો તો લડવા ની જેમ બંધાઈ જશે અને જ્યારે મુઠ્ઠી ખોલશો તો છુટ્ટુ પડી જશે.


વાપરવાની યોગ્ય રીત

ખેતર મા નાખો ત્યારે તરત જ ખાતર ને માટી મા ભેળવી દેવુ જોઈયે કારણ કે સૂર્ય પ્રકાશ ને કારણે તેના પોષક તત્વો નો નાશ થાય છે.

મારા ખેડૂત મીત્ર તેમના ખેતર મા પશુ મુત્ર નો પણ ખાતર તરીકે પ્રયોગ કરે છે તેઓ કહે છે કે પશુમૂત્ર પણ સારુ ખાતર છે તેથી પશુ મુત્ર ને પણ ખાતર તરીકે પણ વાપરી શકો છો તેની માટે ૧૦૦ લીટર પાણી અને ૧૫ લીટર ગૌ મુત્ર ભેળવી ને પણ ખેતર મા છાટી શકો


ધ્યાન મા રાખવા જેવી મુખ્ય બાબતો..

* ખાતર મા બાયોમાસ તરીકે ઍવા ઝાડ ના પાંદ ન વાપરવા જેનો કિટક્નાશક તરીકે ઉપયોગ થતો હોય.
દા.ત. લીંબડૉ , ફુદિના ના પાંદ વગેરે .થોડીક માત્રા મા મળી જાય તો ચિંતા નહી

* આ કચારા (બાયોમાસ) મા પણ વિવિધતા હોય તો સારુ
દા.ત. જુદા જુદા પાક નો કચરો લેવો જોઈયે.
કચરા મા મોટો મોટો કચરો હોય તો તેના ૩ થી ૪ ઈંચ જેવા ટુકડા કરી ને વાપરવો

* નાનાકડૉ ખાડો બનાવી કે ઉચાઈવાળી જગ્યા ઍ આ ઉપર જણાવ્યા પ્રમાણે વસ્તુ ઑ વાપરી ખાતર નો ઢગલો કરવો જોઈયે.
તે વાત નુ ખાસ ધ્યાન રાખવુ કે ત્યા વરસાદ નુ પાણી આેકત્ર ન થતુ હોય.

*ઝાડ ના નીચે જ્યા થોડોક છાયો હોય તેવી જગ્યા ઍ આ ઢગલો બનાવવો.

*આ ઢગલા ની ઉચાઈ ૩ ફુટ , પહોળાઈ ૩ ફુટ થી વધુ ન હોવી જોઈયે લંબાઈ ગમે તેટલી ચાલે.

* આ ઢગલા મા ભીનાશ બની રહે તેનુ ધ્યાન રાખવુ જોઈયે

(જ્યારે તમે અમથુ છાણ ભેગુ કરતા હોવ ત્યારે પણ તેની ભીનાશ બની રહે તે જોવુ જોઈયે. ભીનાશ બની રહે તે માટે તેમા થોડુક ગૌ મુત્ર ઉમેરી છાટવુ જોઈયે)

* ૧૫ ~ ૨૦ દિવસે આ ઢગલો પાછો બનાવવો જોઈયે

*ઢાંક્વા માટે કાળા રંગ ની તાલ પત્રી કે મોટા પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો.


**** આપણે કાલે જોઈશુ સુકુ કુદરતી ખાતર કેમ બનાવવૂ જે ૭ ~ ૮ મહિના સાચવી શકાય છે

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com 


-આશિષ જાડેજા

No comments:

Post a Comment