Thursday, August 11, 2016

દેશી બિયારણ (desi biyaran Vs Highbrid biyaran)


        આજ ના આ યુગ માં હાઈબ્રીડ બિયારણો વધતા જાય છે જે ઉત્પાદન તો આપે છે પણ તેની જે મીઠાસ  અને તેના પોષકતત્વો તે દેશી બિયારણ માંજ રહેલા છે હાઈબ્રિડ માં નહિ. આથી જે કોઈ ની પણ પાસે થી તમને દેશી બિયારણ મળે તો તેને સાચવો અને તેનું વધારે માં વધારે વાવેતર થાય તેવો પ્રયત્ન કરો .મારા પાસે દેશી બિયારણ છે કોઈને પણ જોઈતા હશે તો મળી શકશે. મારી પાસે દેશી બિયારણ માં 1. બાજરો(bajra) 2. મગ(mung bean) 3.ગુવાર(guvar)  4.ઘઉં(wheat).

જુઓ આ પહેલાની પોસ્ટ

https://karokudratikheti.blogspot.in


નરેન્દ્રસિંહ ઝાલા & આશિષસિંહ  જાડેજા

Saturday, June 18, 2016

ગાય ની છાસ ની સજીવખેતી માં ઉપયોગીતા ( Butter Milk)



                ગાય ની  છાસ  ખેતી  માં  ખુબજ  ઉપયોગી  થઇ  સકે  છે. આઠ થી દસ દિવસ છાસ ને રાખી દેવી ખુબજ ખાટી થઇ જશે અને વાસ મારશે. છાસ માં ખટાસ હોવાથી તે કોઈપણ જાત ની ફૂગ હોય તેનો નાશ કરી સકે છે. આથી સજીવ ખેતી માં કોઈપણ જાત ની ફૂગ આવે તો તેમાં પાણી નાખી અને છાસ નો છંટકાવ કરી શકાશે
              તમારી જમીન માં ખારાસ નું પ્રમાણ વધારે હોય તો તેને દુર કરવા પણ છાસ નો પ્રયોગ કરી સકાય અને તે માટે ખારાસ વાડી જમીન માં  ખાટી છાસ ને પાણી સાથે ધોરીયા ધ્વારા આપી ને જમીન ને સુધારી સકાય છે. આ પ્રયોગ ગણ બધા લોકો એ કરેલ છે. અને સારા માં સારું પરિણામ મળેલ છે.  

         છાસ દ્વારા ખારા પાણી ઉપર નિયંત્રણ રાખી શકાય છે . મેં જાતે પ્રયોગ કરેલ છે. અમારે ગામ નું પાણી ૧૦૦૦૦  દસ હજાર ટી.ડી.એસ. છે . મેં અખતરો કરીયો તે પ્રમાણે ૫૦ એમ. એલ. પાણી માં ૫ એમ. એલ. છાસ નાખી  તો  પાણી ના ટી.ડી.એસ. ૧૦૦૦૦ થી સીધા ૭૩૦૦ સાત હજાર ત્રણસો ટી.ડી.એસ. ઉપર પાણી આવી ગયું. મતલબ કે ૨૦૦૦ થી ૨૫૦૦ ટી.ડી.એસ. કંટ્રોલ થઇ શકે. લીંબુ ના ફૂલ નો પણ ઉપયોગ ટી.ડી.એસ. ગટાડવા માટે થઇ શકે. 



જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 

-આશિષ જાડેજા
 & નરેન્દ્રસિંહ ઝાલા

Sunday, February 7, 2016

Plant Nutrient Deficiency

Karo Kudarati Kheti

અગત્યની સુચના......

અપલોડ કરેલા ફોટા ફક્ત માહિતી હેતુશર મુકવામા આવેલ છે. આ ફોટા કોપીરાઈટ ધરાવે છે તેના દરેક અધિકાર તેના માલિક પાસે અનામત છે. માટે તેનો વ્યવસાઈક ઉપયોગ કરવો નહી.

જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 

-આશિષ જાડેજા
 & નરેન્દ્રસિંહ ઝાલા

Thursday, January 14, 2016

પાકમા રૉગ-જીવાત ની પ્રાથમિક ઓળખ


































અગત્યની સુચના......

અપલોડ કરેલા ફોટા ફક્ત માહિતી હેતુશર મુકવામા આવેલ છે. આ ફોટા કોપીરાઈટ ધરાવે છે તેના દરેક અધિકાર તેના માલિક પાસે અનામત છે. માટે તેનો વ્યવસાઈક ઉપયોગ કરવો નહી.

જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 

-આશિષ જાડેજા
 & નરેન્દ્રસિંહ ઝાલા