Tuesday, December 31, 2013

જાણવા જેવુ.....

* વરસાદ ના ૩ તબક્કા છે...

સમયસર વરસાદ.....૧૫ જૂન થી ૩૦ જૂન

થોડોક મોડો વરસાદ.....૧ જુલાઇ થી ૧૫ જુલાઇ

બહુ મોડો વરસાદ.....૧૫ જુલાઇ પછી


આપણે વરસાદ પ્રમાણે પાક વાવવા જોઈયે જેથી નુકશાન ઘટાડી શકાય

જો વરસાદ સમયસર હોય તો.....મગફળી , કપાસ જેવા પાકો વાવવા જોઈયે

થોડોક મોડો વરસાદ હોય તો.....તલ , ઍરન્ડા જેવા પાકો વાવવા જોઈયે

બહુ મોડો વરસાદ હોય તો.....જુવાર , બાજરી , કઠોળ જેવા પાકો વાવવા જોઈયે


* તમારા ખેતર મા વરસાદ ના પાણી નુ વહેણ હોય તેની ઉંધી દિશા મા પાળા બનાવવા જોઈયે

દા.ત વરસાદ નુ પાણી દક્ષિણ દિશા થી ઉતર તરફ વહેતુ હોય તો પાળા પૂર્વ થી પશ્ચિમ દિશા મા બનાવ વા

આમ કરવાથી જમીન નુ ધોવાણ અટકે છે અને વરસાદ નુ ઘણુ પાણી જમીન મા ઉતરે છે.


* બની શકે ત્યા સુધી પવન થી પાક ને નુકશાન ન થાય તેનુ ધ્યાન રાખવુ

તે માટે હવાની દિશા જે બાજુ હોય તે બાજુ ઉચા પાક ની વાળ બનાવવી જોઈયે જેથી બીજા પાક ને નુકશાન ન થાય.


* તમારે તમારા ખેતર ની જમીન ની માટી નો ટેસ્ટ કરાવવો જ જોઈયે જેથી કયા તત્વ ઓછા છે તે ખબર પડી શકે.અને તે જમીન મા કયા પાક સારા થઈ શકે તે જાની તે પ્રમાણે ખેતી કરવી.

જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 

 

you can also visit my new website * My World of Pixels *  

www.myworldofpixel.blogspot.com 

-આશિષ જાડેજા

Sunday, December 29, 2013

ધાન્ય ઉગાડવાની નવી રીત........

આ ધાન્ય ઉગાડવાની નવી રીત મે કોઈક તો સમાચારપત્ર મા વાંચી હતી.

તેમા દર્શાવવામા આવ્યુ હતુ કે આન્ધ્રપ્રદેશ,કર્ણાટક અને તામિલનાડુ મા હવે ધાન્ય વાવવા માટે આજ રીત નો ઉપયોગ થાય છે.આ રીત ને તેઓ શ્રી વિધિ કહે છે.

આ રીત નો ઉપયોગ કરવાથી અંદાજે દોઢ ઘણો ફાયદો થાય છે.

આ રીત વિષે વધુ માહિતી

આ રીત મા પહેલા ઍક જગ્યા ઍ ધાન્ય ના રોપા બનાવવા મા આવે છે.

૮ થી ૧૦ દિવસ નો રોપો થાય ( બે પાંદ આવી જાય ) તે રોપા ને ત્યાથી કાઢી ને મૂળ જગ્યા ઍ વાવી દેવો.

પણ રોપા ને સાવધાની પૂર્વક કાઢવો જેથી તેના મૂળ ને નુકશાન ન થાય તે માટે ૩ થી ૪ ઈંચ માટી સાથે જ આખા રોપા ને ઉખાડી ને મૂળ જગ્યા ઍ વાવી દેવો

આ રોપા ઑ ને ઍક ઍક કરી ચારે બાજુ થી ૧ ફુટ જગ્યા મૂકી વાવતા જવુ.

આમ શ્રી વિધિ નો પ્રયોગ તમે તમારા ખેતર મા કરી શકો.

થોડીક મહેનત થશે પણ  નાનકડો અખતરો કરવામા શુ વાંધો..........?  :)


જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com


-આશિષ જાડેજા

કુદરતી જંતુનાશક બનાવવાની રીત.....

કુદરતી જંતુનાશક બનાવવા ની અનેક રીતો છે...

રીત ૧ ( બધાજ પ્રકાર ની જીવાત માટે )

ગૌમુત્ર   ૨૦ લીટર
લીંબડા ના પાંદ   ૩ કિલો
પપૈયા  ના પાંદ   ૩ કિલો
જામફલ  ના પાંદ   ૩ કિલો
આકળા ના પાંદ   ૩કિલો
સીતફળ ના પાંદ   ૩ કિલો
ઘાસ   ૩ કિલો


* ઉપર જણાવ્યા પ્રમાણે પાંદ ન ઉપલબ્ધ હોય તો તે દરેક પાંદ ( ૫ થી ૭ પ્રકારના ) લઈ શકાય જે બકરી ન ખાય *

બધા ની બરોબર વાટી ને ઉકાળવુ

ઉકાળતી વખતે બરોબર ઢાકી ને ઉકાળવુ

૪ ઉભરા , પાંદળા પીળા પડી જાય અને ઉકાળો અડધો રહી જાય ત્યાર સુધી ઉકાળવુ

ત્યાર બાદ ઠંડો પડવા ૭૨ કલાક ઢાકી ની છાયા મા મૂકી દેવુ

વાપરવાની રીત ( ૧ આેકર માટે )

૧૦૦ લીટર પાણી
૩ લીટર ગૌમુત્ર
૩ લીટર ઉપર પ્રમાણે બનાવેલી દવા ઉમેરી પાક મા છાટી દેવુ.


રીત ૨

૧ લીટર ગૌમુત્ર ૧૫ લીટર પાણી મા ઉમેરી પાક પર છાટી દેવાથી પણ ફાયદો થાય છે


રીત ૩

૨૦૦ લીટર પાણી
૨ કિલો ગાય નુ છાણ
૧૦ લીટર ગૌમુત્ર
૧૦ કિલો લીંબડા ના પાંદ , લીંબડા ની લીંબોડિયુ , લીંબડા ની પાતળી ડાળીઑ
વગેરે ની બરોબર કુટી ને બધી વસ્તુ ઑ બરોબર મિક્સ કરી લ્યો

અને ૭૨ કલાક છાયા મા રહેવા દેવુ

સાથે સાથે દિવસ મા ૩ વાર હલાવતા રહેવુ

આ પ્રમાણે બનેલુ મિશ્રણ ૧ ઍકર મા છાટી દેવુ

આ કિટક્નાશક રસ ચુસવા વારા કિટકો માટે છે.


રીત ૪

ખાટી છાશ ૩ લીટર મા ૧૦૦ લીટર પાણી ઉમેરી પાક પર છાટવાથી પણ ફાયદો થાય છે.

જો આ મિશ્રણ મા તાંબા નો ટુકડો નાખી રાખવા (૧ ~ ૨ દિવસ ) મા આવે તો મિશ્રણ વધુ અસરકારક બને છે


રીત ૫

પાક મા જીવાત નો હુમલો થાય તે પહેલા જે ગૌમુત્ર ( રીત નંબર ૨  ), રીત નંબર ૪ , અથવા જીવામૃત મહિના મા ૨ વાર છાટવામા મા આવે તો ઘણો જ ફાયદો થાય છે અને ૯૦% જીવાત આવતી જ નથી.


રીત ૬

પીળા કલર ના પ્લાસ્ટિક પર કોઈ તૈલિય , ચિપચીપો પદાર્થ (જેમ કે તેલ , પેટ્રોલ મા નાખી તે ઓઈલ વગેરે) લગાડી ખેતર મા ૫ થી ૭ જગ્યા ઍ બેનર ની જેમ આ પ્લાસ્ટિક લગાડી દેવાથી બધી જીણી જીણી જીવાત તેના પર ચોટી જાય છે.


જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com



-આશિષ જાડેજા

નીલ ગાય જેવા પ્રાણીઑ થી પાક ને કેમ બચાવશો....??

નીલ ગાય જેવા પ્રાણીઑ થી પોતાના પાક , શાકભાજી ને બચાવવા નીચે પ્રમાણે ની રીતો અપનાવવા થી ઘણો ફાયદો થાય છે

રીત ૧

નીલ ગાય ના છાણ ને ખેતર ની ચારે બાજુ છાટી દેવા થી ફાયદો થાય છે.

રીત ૨

નીલ ગાય નુ છાણ કા પછી ગાય નુ છાણ  ૩ કિલો
છાસ ૧ લીટર
પાણી ૧૦ લીટર

સવાર થી પલાળી સાંજે ખેતર ફરતે છાટી દેવાથી પણ ફાયદો થાય છે.

રીત 3

કલર કલર ની નકામી જૂની સાડી ઑ ખેતર ફરતે લગાડવા થી પણ નીલ ગાયનો ત્રાસ ઑછો રહે છે. ( વિસ્તૃત માહિતી જોવા અહી જાવ )


જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 



-આશિષ જાડેજા




Saturday, December 28, 2013

બિયારણ અંકુરણ પરીક્ષણ અને ઉપચારિત કરવાની રીત ( ભાગ ૨ )

જો તમે દુકાને થી બિયારણ લીધુ હોય તો તેને ૫~૧૦ પાણીઍ ધોઈ લેવા જોઈયે કારણ કે તે બિયારણ ઉપર કેમિકલ ની પરત હોય છે.

જો કોઈ ખેડૂત પાસે બીજ લીધા હોય તો તે ધોવાની જરૂર ન પડે. ત્યાર બાદ તેના પર અંકુરણ પરીક્ષણ કર્યા બાદ જ બીજ ઉપચારિત કરવા


બીજ ઉપચારિત કરવાની રીત

સૌ પ્રથમ બરોબર ન દેખાતા બીજ કાઢી નાખવા.

ત્યારબાદ સારા બીજ ને ઉપચારિત કરવા..


જરૂરી વસ્તુઓ

ગાય નુ છાણ ૧૦ કિલો

૧૦ લીટર ગૌમુત્ર

૨૦ કિલો માટી ( પીપળ કે વ
ડ ના ઝાડ નીચેની )

આ બધી વસ્તુ ઑ ને બરોબર લોટ બાંધતા હોય તેમ બરોબર ભેગુ કરી લ્યો અને ૫૦ કિલો ~ ૧૦૦ કિલો બીજ આમા નાખી મશળી લેવા અને ત્યારબાદ તડકા મા સુકવી દેવા

મોટા બીજ માટે આ મિશ્રણ થોડુ ઘાટુ અને નાના બીજ માટે પાતળૂ હોય તો બીજ પર વ્યવસ્થિત પરત ચડી જશે.


આ ઉપચારિત કરેલા બીજ ના ફાયદા

આ બીજ ની પક્ષી ઑ ખાતા નથી

અને સારી રીતે ઉગે છે





Seeds Treatment With Bijamrit.


જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com


-આશિષ જાડેજા

Friday, December 27, 2013

બિયારણ અંકુરણ પરીક્ષણ અને ઉપચારિત કરવાની રીત ( ભાગ ૧ )

સારા પ્રકાર ના દેશી બીજ નો ચુનાવ કર્યા પછી ૨ કામ જરૂર કરવા જોઈયે

* બીજ અંકુરણ પરીક્ષણ
* બીજ ઉપચાર

wheat seeds
 આપણે આના પાછળ ની પોસ્ટ મા જોયુ કે કુદરતી ખાતર,જીવામૃત કેવી રીતે બનાવવુ..જેથી જમીન ની ફળદૃપતા વધી શકે.હવે આપણે જોઈશુ કે બિયારણ નુ અંકુરણ પરીક્ષણ ( બિયારણ વ્યવસ્થિત ઉગે છે કે નહી ) અને ત્યાર બાદ આપણે જોઈશુ આ અંકુરણ પરીક્ષણ કરેલા બીજ પર કેવી રીતે કુદરતી પ્રકારે ઉપચાર કરી પછી જ વાવણી કરવી ( તે આવતી કાલ ની પોસ્ટ મા જોઈશુ ).


 બિયારણ અંકુરણ પરીક્ષણ કેમ કરવુ

તમે ખરીદેલા બિયારણ માથી તમારે આખ બંધ કરી ને ૧ મુઠ્ઠી બીજ લેવા અને પછી આ બીજ પર અંકુરણ પરીક્ષણ કરવુ.

રીત ૧

અંકુરણ પરીક્ષણ તેવી જ રીતે થાય જે રીતે આપણે આપણા ઘરે કઠોળ ફણગાવીઍ છીઍ.

સૌ પ્રથમ બીજ ને થોડાક કલાક પાણી મા પલાળી રાખવા ( અંદાજે ૮ કલાક ઉનાળા ની ઋતુ મા અને તેથી થોડો વધુ સમય શિયાળા ની ઋતુ મા ).

ત્યાર બાદ

આ પાણી મા રાખેલા બીજ ને ઍક સુતરાઉ કાપડ મા લપેટી લેવુ અને. પાણી મા ભીનુ કરી અંધારી પણ હવા વાળી જગ્યા મા રાખી દેવુ અને ભીનાશ બની રહે તેનુ ધ્યાન રાખવુ.

થોડાક દિવસ ( અંદાજે ૩ દિવસ ) પછી આ બીજ ને જોઈ લેવા જો તેમા ૭૦ % થી ૯૦ % અંકુરણ થયુ હોય તો તે બીજ વ્યવસ્થિત અને સારા છે તેમ સમજવુ.

રીત ૨

બીજી રીત પ્રમાણે

સમાચાર પત્ર / છાપુ લેવુ અને તેને ચોરસ આકાર મા કાપી લેવુ..

ત્યાર બાદ આ સમાચાર પત્ર ના ટુકડા ને પાણી થી પલાળી લેવુ ત્યાર બાદ તેમા આંખ બંધ કરી લીધેલા બીજ ( અંદાજે ૧ મૂઠી ~ ૫૦ થી ૧૦૦ દાણા ) તેમા રાખી ચૉક્લેટ ની જેમ વાળી લેવુ બહુ ફીટ ન કરવુ અને બંને બાજુ દોરા બાંધી લેવા જેથી બિયારણ બહાર ન પડી જાય.

ત્યાર બાદ આ પડિકા ને પાણી મા પલાળી વધારા નુ પાણી નીકળી જાય પછી તેને પ્લાસ્ટિક ની થેલી મા લપેટી ઘર મા રાખી દેવુ. ૩ ~ ૪ દિવસ પછી આ અંકુરીત થયેલા બીજ ની સંખ્યા અને અંકુરિત ન થયેલા બીજ ની સંખ્યા ગણી લેવી જો તે ૭૦ % થી વધુ હોય તો બીજ સારા છે તેમ સમજવુ.

બીજ નુ અંકુરણ પરીક્ષણ વાવતા પહેલા ૨ ~ ૩ અઠવાડિયા કરી લેવુ જોઈયે જેથી જો બીજ બરોબર ન હોય તો સમયે બદલી કરી શકાય અને ખોટી ભાગદોડ ન થઈ પડે.

જુઓ આની પહેલા ની પોસ્ટ

http://KaroKudratiKheti.blogspot.com

 

-આશિષ જાડેજા


Thursday, December 26, 2013

શુ કુદરતી ખાતર બનાવવા માટે ફક્ત ગાય નુ જ છાણ વાપરી શકાય...?


આપણે કુદરતી ખાતર તો બનાવતા શીખિયા પણ ઘણા જણ ના મનમા આ સવાલ આવે કે શુ અમે ગાય ના છાણ સિવાય બીજા કોઈ પ્રાણી નુ છાણ વાપરી શકી....

હા..........

કુદરતી ખાતર બનાવવા માટે ફક્ત ગાય નુ જ છાણ વાપરી શકો તેવુ નથી. તમે કોઈ પણ પ્રાણી નુ છાણ વાપરી શકો.

તમે અડધુ ગાય નુ અને અડધુ બીજા પ્રાણી નુ પણ છાણ વાપરી શકો.

પણ શક્ય હોય ત્યા સુધી ગાય નુ છાણ જ વાપરવુ.


 શાસ્ત્રોમાં ગાયને માતા કહેવામાં આવે છે. ગાય એક બહુ ઉપયોગી પશુ છે જે ઘણા રૂપોમાં ફાયદાકારક છે. જૂના સમયમાં પણ લગભગ દરેકના ઘરે ગાય પાળવામાં આવતી હતી. આજે પણ ગામડામાં રહેતા લોકો ગાયને પાળે છે.

* ગાય જ્યા રહે છે ત્યા કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા સક્રિય નથી રહી શકતી અને હકારાત્મક ઉર્જા વધે છે.
 

* ગાયની ગંધથી ઘણા હાનિકારક કીટાણુઓ નષ્ટ થઈ જાય છે.
 

* ગાયનુ દૂધ ઘણી બિમારીઓમાં ઔષધિના સ્વરૂપમાં કામ કરે છે.
 

* ગાયને ઘરમાં રાખવાથી બધા જ પ્રકારના વાસ્તુ દોષ નાશ પામે છે.
 

* ગાયનુ મૂત્ર ઘણી બિમારીઓમાં દવારૂપી કામ કરે છે.
 

* ગૌમૂત્રથી કેન્સરનો ઈલાજ થઈ જાય છે. ગાયના પ્રભાવમાં રહેતી આવી કોઈ વ્યક્તિને આવી બિમારી નથી થતી.
 

* ગાયનુ છાણ પણ ઘણા કામોમાં ઉપયોગી થઈ પડે છે.

જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com

 
-આશિષ જાડેજા

સૂકુ કુદરતી ખાતર બનાવવા ની રીત.....

     આ રીત તો ઘણા ખણા ખેડૂત અપનાવતા હશે પણ ફરક ઍટલો છે  કે તેઑ ગાય ના છાણ અને ગૌમુત્ર સિવાય બીજુ કઈ નહી વાપરતા હોય તો હવે થી તમે પણ આટલી વસ્તુ ઑ ઉમેરતા જાવ જેથી ખાતર સારુ બને.


બનાવવા ની રીત

જરૂરી વસ્તુઓ.....

* ગાય નુ છાણ   ૧૦૦ કિલો
 

* દેશી ગોળ   ૨ કિલો
 

* કોઈ પણ દાળ નો લોટ    ૨ કિલો
 

* વડ કે પીપળ ના ઝાડ નીચેની માટી   ૧ કિલો
 

* ગૌમુત્ર




ઉપર જણાવેલી બધી વસ્તુ ઑ ની સારી રીતે ભેળવી ને છુટ્ટુ છુટ્ટુ છાયા મા પાથરી લો.

જ્યારે સુકાઈ જાય ત્યારે લાકડી થી અથવા પાણા થી આનો ભૂક્કો કરી લેવો અને ગુણી મા ભરી રાખી દેવુ.

અને આ ખાતર ૬ થી ૮ મહીંના સંગ્રહી શકો.

આનો તમે કમ્પોસ્ટ ખાતર બનાવવા પણ ઉપયોગ કરી શકો અથવા જેમ છે તેમ જ ખેતર મા નાખી શકો.



જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com

  

-આશિષ જાડેજા

Wednesday, December 25, 2013

કુદરતી ખાતર બનાવવા ની રીત.....

હૂ મારા ખેડૂત મિત્ર  જે ઘણા વર્ષો થી આ રીતે કુદરતી ખાતર બનાવે છે તેમનો આભાર માનીશ જેમના થકી મને આ કુદરતી ખાતર બનાવવા ની રીત જાણવા મળી


ગાય ના છાણ માથી ખાતર તો ઘણા ખેડૂત બનાવે છે પણ તે ફક્ત ગાય નુ છાણ અને કચરો ભેગો કરી રાખી દે છે જે તદ્દન ખોટી રીત છે.થોડીક સાવધાની રાખવાથી આ ખાતર ખૂબ જ સરસ અને જલ્દી બની શકે.


ખાતર બનાવવા ની રીત

જરૂરી વસ્તુઑ.....

* ગાય નુ છાણ

અંદાજે  ૧૦૦૦ કિલો લીલુ બાયોમાસ હોય તો ૫૦ કિલો ગાય નુ છાણ

અથવા

અંદાજે  ૧૦૦૦ કિલો સૂકુ બાયોમાસ હાય તો ૧૫૦ કિલો ગાય છાણ

* બાયોમાસ ( ઘાસ, કચરો,ઝાડ ના પાંદ , વનસ્પતી, વગેરે )

* જીવામૃત ( જે આપણે પાછલી પોસ્ટ મા બનાવતા શીખિયા...તે વાચવા અહી જાવ ).


બનાવવાની રીત

પહેલા જમીન પર ખાડો ખોડી લેવો ફુટ નો અને તેની પહોળાઈ ૩ ફુટ રાખવી લંબાઈ ગમે તેટલી રાખી શકો..

હવે આ ખાડા મા પહેલા જીવા મૃત નાખવુ (આખો ખાડો સારી રીતે ભીનો થાય તેટલુ)

તેના પર મોટી ડાળીયો (બાયોમાસ) રાખવી. આ ડાળીયો રાખવા થી વધારા નુ પાણી નીચે જમીન શોષી લે છે અને હવા ની પણ આવ જા થઈ શકે છે...

થોડીક બારોબાર પ્રમાણ મા લાકડી ઑ રાખવી.અંદાજે ૧૦ સેન્ટીમીટર જેટલી ઉચાઈ.

હવે આ લાકડી યો ઉપર બાયોમાસ ની અડધા ફુટ ની પરત બનાવવી.

તેના ઉપર પાછુ જીવામૃત છાટવુ.

અને તેને માટી થી ઢાકી દેવુ ( ૩~૫ સેન્ટીમીટર ની માટી ની પરત અંદાજે જેથી બધુ બાયોમાસ ઢંકાઈ જાય )

આમ ઍક પર ઍક પરત બનાવતા જાવ બાયોમાસ , જીવા મૃત અને માટી ( લાકડી ઑ ન રાખવી )

આમ ૩ ફુટ નો ઢગલો કરવો.

આ ઢગલા વચ્ચે ૨ કા ૩ પાઇપ ( પાતળા PVC પાઇપ )ખોડી દેવા જેથી તેના દ્વારા હવા આવી જાઇ શકે.

આ ઢગલાને બહુ દબાવવો નહી કે ન તો બહુ ઢીલો રાખવો

આમ આ બનેલા ઢગલા ની નીચે ફોટા મા બતાવ્યુ છે
તેમ આકાર આપી દેવો અને સંભવ હોય તો તેના ઉપર માટી અને છાણ નુ મિશ્રણ કરી લેપ કરી નાખવો જ્યારે આ લિપાઈ સુકાઈ જાય ત્યારે પાઇપ ના ટુકડા કાઢી નાખવા


જો તમે લિપાઈ ન કરી શકતા હોય તો કાળી તાલ પત્રી કે કાળા પ્લાસ્ટિક થી ઢાકી શકાય.


ઢગલો વ્યવસ્થિત બન્યો છે કે નહી તે ચકાશવા

સાત આઠ દિવસ પછી આ ઢગલા મા લોખંડ નો સળિયો નાખી ૫ ~ ૧૦ મિનિટ રહેવા દ્યો. ત્યાર બાદ આ સળિયા ને અડી જોવો આ સળિયો ગરમ થયેલો જણાય તો સમજવૂ ઢગલો વ્યવસ્થિત બનેલો છે.

અન જો સળિયો ગરમ ન થાય તો ઢગલો પાછો બનાવવો.

લગભગ ૧૫ થી ૨૦ દિવસ પછી આ ઢગલો બેસી ગયેલો જણાશે તેથી તે ઢગલા ને પાવડા થી બરોબર ઉચો નીચો કરી પાછો બનાવવો.

બીજી પરતો તેના પર બનાવવી હોય તો તે પણ બનાવી શકાય.

આમ ૧૫ દિવસે ૧ વખત ઢગલા ને હલાવતા રહેવુ જોઈયે. બે થી ત્રણ મહિના મા સરસ પ્રકાર નુ ખાતર તૈયાર થઈ જશે.આ ખાતર ને છાયા મા ભરી ને રાખી દેવુ અને વાપરવુ હોય ત્યારે વાપરવુ.
પણ
આ ખાતર મા જે અડધી પાકેલી વસ્તુ ઑ જણાય તે કાઢી લેવી અને તેનો પાછો ઢગલો બનાવી રાખી દેવો.


ખાતર બરોબર બન્યુ છે કે નહી તે કેમ જાણશો

જો ખાતર બરોબર બન્યુ હશે તો તેને મુઠ્ઠી મા લઈ મુઠ્ઠી બંધ કરશો તો લડવા ની જેમ બંધાઈ જશે અને જ્યારે મુઠ્ઠી ખોલશો તો છુટ્ટુ પડી જશે.


વાપરવાની યોગ્ય રીત

ખેતર મા નાખો ત્યારે તરત જ ખાતર ને માટી મા ભેળવી દેવુ જોઈયે કારણ કે સૂર્ય પ્રકાશ ને કારણે તેના પોષક તત્વો નો નાશ થાય છે.

મારા ખેડૂત મીત્ર તેમના ખેતર મા પશુ મુત્ર નો પણ ખાતર તરીકે પ્રયોગ કરે છે તેઓ કહે છે કે પશુમૂત્ર પણ સારુ ખાતર છે તેથી પશુ મુત્ર ને પણ ખાતર તરીકે પણ વાપરી શકો છો તેની માટે ૧૦૦ લીટર પાણી અને ૧૫ લીટર ગૌ મુત્ર ભેળવી ને પણ ખેતર મા છાટી શકો


ધ્યાન મા રાખવા જેવી મુખ્ય બાબતો..

* ખાતર મા બાયોમાસ તરીકે ઍવા ઝાડ ના પાંદ ન વાપરવા જેનો કિટક્નાશક તરીકે ઉપયોગ થતો હોય.
દા.ત. લીંબડૉ , ફુદિના ના પાંદ વગેરે .થોડીક માત્રા મા મળી જાય તો ચિંતા નહી

* આ કચારા (બાયોમાસ) મા પણ વિવિધતા હોય તો સારુ
દા.ત. જુદા જુદા પાક નો કચરો લેવો જોઈયે.
કચરા મા મોટો મોટો કચરો હોય તો તેના ૩ થી ૪ ઈંચ જેવા ટુકડા કરી ને વાપરવો

* નાનાકડૉ ખાડો બનાવી કે ઉચાઈવાળી જગ્યા ઍ આ ઉપર જણાવ્યા પ્રમાણે વસ્તુ ઑ વાપરી ખાતર નો ઢગલો કરવો જોઈયે.
તે વાત નુ ખાસ ધ્યાન રાખવુ કે ત્યા વરસાદ નુ પાણી આેકત્ર ન થતુ હોય.

*ઝાડ ના નીચે જ્યા થોડોક છાયો હોય તેવી જગ્યા ઍ આ ઢગલો બનાવવો.

*આ ઢગલા ની ઉચાઈ ૩ ફુટ , પહોળાઈ ૩ ફુટ થી વધુ ન હોવી જોઈયે લંબાઈ ગમે તેટલી ચાલે.

* આ ઢગલા મા ભીનાશ બની રહે તેનુ ધ્યાન રાખવુ જોઈયે

(જ્યારે તમે અમથુ છાણ ભેગુ કરતા હોવ ત્યારે પણ તેની ભીનાશ બની રહે તે જોવુ જોઈયે. ભીનાશ બની રહે તે માટે તેમા થોડુક ગૌ મુત્ર ઉમેરી છાટવુ જોઈયે)

* ૧૫ ~ ૨૦ દિવસે આ ઢગલો પાછો બનાવવો જોઈયે

*ઢાંક્વા માટે કાળા રંગ ની તાલ પત્રી કે મોટા પ્લાસ્ટિક નો ઉપયોગ કરવો.


**** આપણે કાલે જોઈશુ સુકુ કુદરતી ખાતર કેમ બનાવવૂ જે ૭ ~ ૮ મહિના સાચવી શકાય છે

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com 


-આશિષ જાડેજા

Monday, December 23, 2013

જીવામૃત...કેમ બનાવવુ...?

પહેલા તો હૂ સ્વ.રાજીવ દીક્ષિત નો આભાર માનીશ જેમના બ્લોગ થકી મને આ જીવામૃત બનાવવા ની રીત જાણવા મળી

જીવામૃત ઍટલે જમીન માટે અમૃત

ગાય નુ ખાતર બનાવવા પહેલા આપણે જીવામૃત બનાવતા શીખીયે કારણ કે જીવામૃત નો ઉપયોગ કુદરતી ખાતર બનાવવા મા પણ થાય છે...

આ પોસ્ટ દ્વારા આપણે જાણીશુ કે જમીન મા રહેલા સૂક્ષ્મ જીવાણુ ઑ ની વૃદ્ધિ માટે શુ કરવુ

આ જીવામૃત ઍટલે પ્રવાહી ખાતર જેને તમારે ખેતર મા નાખવુ જ જોઈયે...

હવે આપણે જીવામૃત  કેમ બનાવવૂ તે જાણીયે....


બનાવવા ની રીત ( ૧ ઍકર માટે )

જરૂરી વસ્તુઓ.....

* ગાય નુ તાજુ છાણ ૧૦ કિલો
* ગૌમુત્ર 10 લીટર
* ગોળ ૧ ~ ૨ કિલો
* કોઈ પણ પ્રકાર ની દાળ નો લોટ ૧ ~ ૨ કિલો
* વડ કે પિપળા ના ઝાડ નીચે ની માટી ૧ કિલો
 ( વડ કે પીપળા ના મૂળ કુદરતી રીતે ઑક્સિજન છોડે છે જેથી ત્યાની જમીન મા ઘણા સૂક્ષ્મ જીવાણુ ઑ નો વિકાસ થાય છે )

આ બધી વસ્તુ ઑ ની હાથ થી ભેળવી લ્યો અને મોટા ડબલા મા રાખી દેવુ સૂર્ય પ્રકાશ થી દુર.( હવે તો ૨૫ કિલો ના ગોળ બ્લૂ ડબ્બા,કાળા ઢાકણા વાળા મળે છે તે પણ વાપરી શકાય ) આ મિશ્રણ ની દર રોજ આયેક થી બે વાર લાકડી થી હલાવતા રહેવુ....

લગભગ ૧૫ દિવસે જ્યારે તેમા બુલબુલા બનવાના ઓછા થઈ જશે ત્યારે સમજવૂ કે જીવામૃત બની ગયુ


મોટા પાયા પર બનાવવા માટે

તમારુ ખેતર જેટલા ઍકર હોય તેટલા ઘણી ઉપર જણાવેલી વસ્તુ ઑ લઈ જીવામૃત બનાવવુ....
દા.ત ૨ ઍકર માટે ઉપર જણાવેલી વસ્તુ ઑ ડબલ........


વાપરવા ની રીત ( ૧ ઍકર પ્રમાણે )

૧ ઍકર માટે બનાવેલુ જીવામૃત તેનાથી ૧૦ ગણુ પાણી ઉમેરી વાપરવુ ઍટલે કે ૧૦૦ થી ૨૦૦ લીટર પાણી ઉમેરી ખેતર મા છાટી દેવુ...છાટવા માટે નાનકડા ટબ નો ઉપયોગ કરી શકો...અથવા સ્પ્રે મશીન નુ નોસલ કાઢી ને વપરાય. કા પછી ટપક પદ્ધતી હોય તો ડાઇરેક્ટ પણ આપી શકાય ટપક ના પાઇપ વડે.


નાખવાનો સમય

ખેડવા પેલા અથવા સાથે

બી વાવવા ના ૩ દિવસ પેલા

બી વાવી લીધા પછી ૨૧ મા દિવસે ( 5 લીટર જીવામૃત 100 લીટર પાણી ભેળવી છાટવુ ૧ ઍકર પ્રમાણે....પાક ના મૂળ મા)

ત્યાર બાદ દર ૨૧ મા દિવસે નાખતા રહો ( ૧૦ લીટર જીવામૃત ૨૦૦ લીટર પાણી મા ભેળવી છાટવુ ૧ ઍકર પ્રમાણે....પાક ના મૂળ મા)


ફાયદા

છાણ મા ઘણા સૂક્ષ્મ જીવાણુ ઑ હાય છે.આપણે જે બીજી વસ્તુ ઑ જીવામૃત મા ભેળવી છીઍ તે આ છાણ મા રહેલા સૂક્ષ્મ જીવાણુ ઑ નો ખોરાક બને છે અને તેની સતત વૃદ્ધિ થતી રહે છે. જ્યારે આ જીવામૃત જમીન મા છાટવા મા આવે ત્યારે જમીન મા રહેલા સૂક્ષ્મ જીવાણુ ઑ ની સંખ્યા વધતી જાય છે.

પહેલા ની પોસ્ટ મા જણાવ્યુ કે આપણે જમીન ઢાંક્વા જે કૃષિ અવશેષ વાપરશુ તે આ જીવાણુ ઑ નો ખોરાક બને છે અને આ જીવાણુઑ ઍ બાયોમાસ માથી મેળવેલા પોષક તત્વો પાક ને મળે છે જેથી પાક ને પર્યાપ્ત પોષણ મળી રહે છે.જીવાણુ ઓની વધતી સંખ્યા થી જમીન ની પાણી શોષવાની તાકાત પણ વધે છે.

આમ થોડાક જે ગાય ના છાણ અને ગૌમુત્ર થી કેટલો મોટો ફાયદો થઈ શકે છે તે જોઈ શકો છો...

** કાલે જોઈશુ કુદરતી ખાતર કેમ બનાવવુ **

જુઓ આની પહેલા ની પોસ્ટ

 

www.karokudratikheti.blogspot.com 

 

- આશિષ જાડેજા

આજ સુધી....

આજ સુધી આપણે શુ શીખ્યા તેનુ છેલ્લૂ પુનરાવર્તન....કાલ થી આપણે કુદરતી ખાતર, કુદરતી દવા વગેરે બનાવતા શીખશુ...

* કુદરતી ખેતી નુ નામ આવે ઍટલે બે વસ્તુ ઑ ની યાદ આવે તે છે ગાય નુ છાણ અને ગૌમુત્ર. માટે જ શક્ય હોય તો ગાય રાખવી ફાયદેમંદ છે.સાથે સાથે બાયોમાસ ભેગો કરવો જોઈયે

વિસ્તૃત માહિતી માટે અહી ક્લિક કરો


* સારા જાત વાળા અને દેશી બીજો નો ચુનાવ કરવો જોઈયે.આમ તો પોતાના બીજ પોતે જ બનાવવા જોઈયે પણ શરૂઆત માટે ગોતવા પડશે પછી તે બીજ પર અંકુરણ પરીક્ષણ કરવુ પડશે.

વિસ્તૃત માહિતી માટે અહી ક્લિક કરો


* કીટક નિયંત્રણ માટે જુદા જુદા પાક ની ખેતી કરવી.

વિસ્તૃત માહિતી માટે અહી ક્લિક કરો


* જમીન ને ઢાકી રાખવી જોઈયે.

વિસ્તૃત માહિતી માટે અહી ક્લિક કરો


* કુદરતી ખાતર બનાવવા ની અનેક પદ્ધતી છે જેમ કે બાયોમાસ ઉમેરી ને ખાતર બનાવવુ તેને કમ્પોસ્ટ ખાતર કહે છે...આ કમ્પોસ્ટ ખાતર બનાવવા જો અળસિયા નો ઉપયોગ કરવા મા આવે તો તેને વર્મી કમ્પોસ્ટ કહે છે..

ખાતર બનાવવાની પદ્ધતિ કાલ ની પોસ્ટ મા....


* ખેતર ખેડવા શક્યા હોય તેટલા હલકા ટ્રૅક્ટર નો ઉપયોગ કરવો જોઈયે જેથી માટી પર સખત પરત ન બને જેથી સૂક્ષ્મ જીવાણુ ઑ ને નુકશાન ન થાય.


* તમે તેમ પણ કરી શકો કે મૂળ પાક ઉગાડતા પેલા ઍવો પાક વાવી દ્યો અને તેનો ખાતર તરીકે ઉપયોગ કરો.

દા.ત ફળી વાળો પાક ( ઍટલે કે મગફળી કે જે પાક ના દાણા ના બે ભાગ થાય) ઉગાડી દેવો.અને જ્યારે પાક ૧ મહિના નો થાય ત્યારે તેના પર ટ્રૅક્ટર હાંકી દેવુ જોઈયે કા હાથ થી પણ તમે ખેતર મા પાથરી શકો...થોડાક દિવસ મા તે પાક જમીન મા ભળી જાઇ ખાતર બની જશે.ત્યાર બાદ તમે મૂળ પાક ઉગાડી શકો.

આમ કરવાથી પાક ને જરૂરી નાઇટ્રોજન આ ખાતર માથી મળી રહેશે.


* શરૂઆત મા દર પાણી સાથે જીવામૃત ઍટલે કે પ્રવાહી સ્વરૂપે ખાતર આપવુ જોઈયે. બે ત્રણ વર્ષ પછી જીવામૃત નો પ્રયોગ ઘટાડી શકો પણ ન ઘટાડો તો સારુ.


+++ કાલે આપણે ગાય ના છાણ થી ખાતર બનાવતા શીખશુ +++


જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com

 

- આશિષ જાડેજા


Sunday, December 22, 2013

નાનો ખેડૂત..........


ઍ તો નક્કી જ છે કે જે ખેડૂત પૂરેપૂરો ખેતી પર જ નિર્ભર છે તે ઍક સાથે કુદરતી ખેતી ન અપનાવી શકે.તે પોતાની રોજી રોટી નો ખતરો ન મોડી શકે.

ઍટલો વિશ્વાસ જરૂર છે કે પાક/ઉપજ ૨~3 વરસ મા પહેલા જેટલી જ થઈ જશે. અત્યારના આ રાસાયણીક ખેતી ના માર્ગ પર ચાલવુ ખૂબ જ ખતરનાક છે.

તેથી જ શરૂઆત ના આ થોડાક નુકશાન ને આપણે ભવિષ્ય નુ રોકાણ સમજવુ જોઈયે



નાનો ખેડૂત જે ફક્ત ખેતી પર નભે છે તેણે શુ કરવુ....?

નાના ખેડૂતે પોતાની જમીન ના અડધા ભાગ મા કુદરતી ખેતી થી શરૂઆત કરવી. આ અડધા ભાગ મા તે રાસાયણીક ખાતર, દવા સદંતર બંધ કરી દે..

પણ

જે હૂ પાછલી ઘણી પોસ્ટ થી જણાવી રહયો છુ કે ફક્ત રાસાયણીક ખાતર કે દવા બંધ કરવાથી કુદરતી ખેતી નથી થતી.કુદરતી ખેતી માટે પાછલી પોસ્ટ મા જેટલા પણ ઉપાય જણાવ્યા તે બધા અડધા ખેતર જેમા તમે કુદરતી ખેતી અપનાવી રહયા છો તેમા તો કરવા જ.

પછી ધીરે ધીરે આખા ખેતર મા કુદરતી ખેતી નો પ્રયોગ શરૂ કરી દેવો

ઍવા ઘણા ખેડૂત મિત્રો ને વાત કરતા મે સામભળ્યા છે કે હૂ જો કુદરતી ખેતી અપનાવી લઉ પણ મારા ખેતર ના બાજુ વારો ખેડૂત રાસાયણીક ખેતી બંધ ન કરે તો બધી જીવાત મારા પાક ને લાગે.

પણ આ ૧૦૦% ખોટી વાત છે અને આ ડર પણ સાવ ખોટો છે

જો ખેડૂત પોતાના અડધા ખેતર મા કુદરતી અને અડધા ખેતર મા રાસાયણીક ખેતી થી શરૂઆત કરે તો પણ કુદરતી ખેતી કરેલા ભાગ મા કોઈ જ નૂકશાન થતુ નથી.

જે હીસ્સા મા આપણે કુદરતી ખેતી અપનાવશુ તેમા મિત્ર જીવજંતુઑ ની સંખ્યા વધશે અને કુદરતી ખેતી ના કારણે પાક અને માટી ની વધેલી તાકાત ના હિશાબે જંતુઑ ના હુમલા ઘટી જશે માટે જ તમે શરૂઆત કરતા ન બિવો.

આની પછી ની પોસ્ટ મા આપણે ફક્ત છેલ્લૂ પુનરાવર્તન કરીશુ અને તેના પછી ની પોસ્ટ થી કુદરતી ખાતર , દવા , જીવામૃત વગેરે બનાવવાની પદ્ધતીઑ જાણીશુ

 જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com

 

- આશિષ જાડેજા

મુખ્ય સિદ્ધાંતો/નીયમો ( ભાગ ૪ ).....ઍક પહેલ કુદરતી ખેતી તરફ

 પહેલા ૬ નિયમ વાંચવા અહી જાવ

 ** નિયમ ૭ **

જો બીયારણ પર મોટી કંપનીઑ નો કબજો રહે તો ખેડૂત કદી સ્વતંત્ર ન થઈ શકે. પોતાનુ બીજ બનાવવુ ઍ કુદરતી ખેતી નો આધાર છે.

સારા બીજો ગોતી તેને વાવી અને સારુ બીયારણ બનાવતા રહો અને બીજા ખેડૂતો ની પણ મદદ કરતા રહો આમ કરવા થી ખેડૂત ને બીયારણ માટે મોટી કંપનીઑ પર આધાર રાખવો નહી પદે.

આ બીજો બરોબર ઉગે છે કે નહી તે ચકાશવા અંકુરણ ની જાંચ કરવી જોઈયે.તે પદ્ધતિ આપ ને આ બ્લોગ મા જાણીશુ

અને કમોસમી પાક ન લેવા જોઈયે


** નિયમ ૮ **

ઝાડવા.....જે આપણે પેલા ની પોસ્ટ મા જોયુ

તે પોસ્ટ વાચવા અહિ ક્લિક કરો


** નિયમ ૯ **

કુદરતી ખેતી મા જ્યારે પાક વાવીઍ ત્યારે તેના બીજ ની બીજા બીજ થી લંબાઈ ઓછા મા ઓછી ૧ ફુટ ૮ ઈંચ ( ચારે બાજુ થી ) જેટલી હોવી જોઈયે.

આના લીધે મૂળ સારા ફેલાય છે, બીજ ની ઓછી જરૂર પડે છે અને ઉત્પાદન વધે છે.


** નિયમ ૧૦ **

જ્યા સુધી થઈ શકે ત્યા સુધી બહાર નો સામાન ન વાપરવો જોઈયે..

બજાર મા અળસીયા વારૂ ખાતર , કુદરતી ખાતર વગેરે સરળતા થી મળી શકે છે પણ આપણે પોતે બનાવેલુ જ ખાતર વાપરવુ જોઈયે કારણ કે તે લાંબા સમયે ફાયદામંદ સાબિત થાય છે.


** નિયમ ૧૧ **

પાક ને ઘાસ થી ત્યારે જ નુકશાન થાય છે જ્યારે તે પાક ની ઉચાઈ કરતા વધવા માંડે કા પછી તેમા ફળ કે બીજ બનવા માંડે. જો આવુ થાય ત્યારે નિંદામણ કરવા ની જરૂર પડે છે અને આ ઘાસ ને ફેકી ન દેતા તેનો જમીન ઢાંક વા ઉપયોગ કરવો.

કુદરતી ખેતી મા ઘાસ ઓછુ થાય છે કારણ કે યૂરીયા જેવુ રાસાયણીક ખાતર વાપરતા નથી ઍટલે


** નિયમ ૧૨ **

જરૂરત હોય ત્યારે કીટનાશક દવા ઑ જે ખેડૂત પોતે બનાવી શકે તેનો જ ઉપયોગ કરવો જોઈયે.

કુદરતી ખેતી મા માટી વધુ સ્વસ્થ હોવાથી અને જૈવ વિવિધતા ને કારણે પાક મા બિમારીઑ ઓછી આવે છે.અને લાગે તો પણ ઓછી ઘાતક હોય છે.

ધ્યાન રાખજો કે બધા જીવ જંતુ ઑ પાક માટે નુકશાન કારક નથી હોતા.


** નિયમ ૧૩ **

પશુપાલન જ કુદરતી ખેતી નુ મુખ્ય અંગ છે.વધુ માહિતી માટે અહિ ક્લિક કરો

પશુ પોતાનો ખર્ચો તમને કાઢી આપે છે ઍના દૂધ કે છાણ દ્વારા..તે તમારી મદદ કરે છે અને તમારે તેની સંભાળ લેવી જોઈયે.

* કુદરતી ખેતી ફક્ત ફાયદો વધારવા માટે ની ખેતી નથી ઍક જીવન જીવવાની રીત છે *

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


- આશિષ જાડેજા

Saturday, December 21, 2013

મુખ્ય સિદ્ધાંતો/નીયમો ( ભાગ ૩ ).....ઍક પહેલ કુદરતી ખેતી તરફ

પહેલા ૪ નિયમ વાંચવા અહી જાવ


** નિયમ ૫ **

      ધ્યાન રાખવુ અન કોશિશ કરવી કે જમીન સાવ ખુલ્લી ન રહે. આની માટે અલગ અલગ સમય પર ઉગાડી અને લણી શકાય તેવા પાક ઉગાડવા જોઈયે.

ઍટલે કે જમીન પર કાઇક ને કાઇક ઉગેલુ જ ખપે જેથી જમીન પર સીધો તડકો ન લાગે

ખેતર મા લગાતાર પાક ઉગેલો રહેવાથી સૂરજ ની ગરમી જે શક્તિ નો અથાગ સ્ત્રોત છે તે પાક મેળવી લે છે અને જમીન ના પાણી નુ બાષ્પિભવન પણ ઓછુ થાય છે અને સૂક્ષ્મ જીવાણુ ઓને યોગ્ય વાતાવરણ મળી રહે છે અને તેમની સતત વૃદ્ધિ થતી રહે છે જેથી જમીન ની ફળદ્રુપતા વધે છે.


 

** નિયમ ૬ **

કોઈ પણ પ્રકાર ના પાક ને વધુ પાણી નહી પણ નમી ની ( ભીનાશ ) જરૂરત હોય છે.

પાળાઓ બનાવી ખેતી કેરી શકાય.પાળા બનાવી ખેતી કરવા થી ઘાસ કાઢવામા સરળતા રહે છે

પાળા વચ્ચે 3 ફુટ ની જગ્યા રાખવી જોઈયે.પાળા ના બંને છેડે પાક વાવવો આમ કરવા થી પાણી ની ખપત ઘટે છે અને પાક ના મૂળ સારી રીતે પ્રસરી શકે છે






અથવા શક્ય હોય તો ટપક પદ્ધતિ નો પણ ઉપયોગ કરી શકાય.


ટપક પદ્ધતિ અપનાવવા ના ઘણા ફાયદા છે

* પાણી ની ખપત ઘટી જાય છે

* પાક ને પાણી પાવા ઍક બટન જ દબાવવૂ પડે છે.

* જમીન પર સતત ટીપે ટીપે પાણી પડતૂ હોવાથી ભીનાશ બની રહે છે.




**** ભાગ 4 આવતી કાલે

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


- આશિષ જાડેજા

મુખ્ય સિદ્ધાંતો/નીયમો ( ભાગ ૨ ).....ઍક પહેલ કુદરતી ખેતી તરફ

પહેલા ૩ નિયમ વાંચવા અહી જાવ


** નિયમ ૪ **

ખેતર મા વધુ ને વધુ વરસાદ નુ પાણી જમા કરવુ જોઈયે

જો ખેતર નુ પાણી ખેતર બહાર જશે તો તેની સાથે ઉપજાઉ માટી પણ વહી જશે ( જમીન નુ ધોવાં થશે ) તે ન થાય માટે પાણી નો સંગ્રહ કરવો

અને જેમ જેમ સૂક્ષ્મ જીવાણુઑની સંખ્યા જમીન મા વધશે તેમ તેમ જમીન ની પાણી ને શોષવા ની શક્તિ પણ વધશે

ખેતર મા સંભવ હાય તો ટાકા જેવી વ્યવસ્થા કરવી જોઈયે. જેથી વરસાદ નુ પાણી જમીન મા ઉતરે અને ભૂગર્ભ જળ પણ ઉચા આવે.





પાણી જમીન મા ઉતરે તે માટે ટાંકો / તલાવડી


વરસાદ મા ભરાયેલો ટાંકો / તલાવડી

તમે જે જમીન ને આપશો તેનો પુરો બદલો જમીન પાછો વાળશે જરૂર..

ગુજરાત સરકાર ના પ્રયાસ થી આજે ગામે ગામ ડૅમ બન્યા છે અને તેનો ફાયદો હવે જોવા મળી રહયો છે. ડૅમ ને કારણે ભૂગર્ભ જળ નુ લેવલ ઘણુ ઉચુ આવી ગયુ છે તેનો શ્રેય ગુજરાત સરકાર ને જાય છે.

ડૅમ ને કારણે સંગ્રહ થયેલુ પાણી
ડૅમ ના કારણે ઉચુ આવેલુ પાણીનુ તળ

**** ભાગ ૩ આવતી કાલે

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


- આશિષ જાડેજા

મુખ્ય સિદ્ધાંતો/નીયમો ( ભાગ ૧ ).....ઍક પહેલ કુદરતી ખેતી તરફ

આપણે જરૂરી ઍવી સામાન્ય માહિતી મેળવી લીધી આગળ ની ઘણી પોસ્ટ દ્વારા હવે મુખ્ય સિદ્ધાંતો/નીયમો જાણીયે.

હા થોડોક વાંધો છે કે આ પ્રકાર ની કુદરતી ખેતી મા ખેતર થોડીક સંભાળ માગી લે છે પરંતુ સમય ગુજરવાની સાથે શ્રમ અને જરૂરત ઓછી થતી જશે..

* શરૂઆત કેવી રીતે કરવી *

કુદરતી ખેતી ની શરૂઆત કરતા પહેલા તેના મુખ્ય સિદ્ધાંત યાદ રાખવા જોઈયે

કુદરતી ખેતી ના મુખ્ય સિદ્ધાંતો આ પ્રમાણે છે

** નિયમ ૧ **

 કુદરતી ખેતી નો મૂળ ઉદ્દેશ્ય ઍ છે કે માટી ની ગુણવતા વધારવી ( ઍટલે કે સૂક્ષ્મ જીવાણુ ઑની માત્રા ) ઍ જમીન ની ઉત્પાદકતા વધારવા માટે નુ મુખ્ય અંગ છે.

સૂક્ષ્મ જીવાણુઑ જે હવા,બાયોમાસ ( કૃષિ અવશેષ,પાંદ,વનસ્પતી વગેરે) મા પ્રાકૃતીક રૂપ ઉપલબ્ધ પોષક તત્વો ને ઝાડ,પાક ના ઉપયોગ લાયક બનાવે છે જેથી જમીન ની ઉત્પાદકતા વધે છે. અને જમીન ની ઉત્પાદકતા વધારવા માટે રાસાયણીક ખાતર અને દવા ઑ નો ઉપયોગ અત્યાર થી જ બંધ.


** નિયમ ૨ **

ખેતર કે વાડી નો કચરો ( કૃષિ અવશેષ,પાંદ,વનસ્પતી વગેરે )  ખેતર કે વાડી મા જ.તે આપની જમીન બહાર ન જાવો જોઈયે અને તેને બાળવો તો નહી જ. આ કચરા નો ઉપયોગ જમીન ઢાંકાવા ઍટલે કે તડકા થી બચાવવા કરવો જેથી સૂક્ષ્મ જીવાણુ ઑ ની સંખ્યા વધે.શરૂઆત ના વર્ષો મા તમે પાંજરાપોળ કે ગૌશાળા માથી ગાય નુ છાન લાવી ને નાખવુ.

તમે બીજા ખેડૂતો ના ખેતર માથી પણ કચરો ( બાયોમાસ ફક્ત )  લાવી નાખી શકો. આખા ખેતર મા ત્રણેક ઈંચ ની બાયોમાસ ની પરત બની જાય તો બહુજ સરસ પણ કોઈ ઉતાવળ કરવી નહી સમય ઍનુ કામ કરશે અને તમે તમારુ.

આ પરત બનવા થી ઘણા ફાયદા થાય છે

* વધારે વરસાદ,તોફાન કે વાવાઝોડા મા થતુ જમીન નુ ધોવાણ અટકાવી શકાય છે

* જમીન ના પાણી નુ બાષ્પિભવન ઓછુ થાય છે.

* સૂક્ષ્મ જીવાણુ ઑ માટે યોગ્ય વાતાવરણ બન્યુ રહે છે જેથી તેની સંખ્યા વધે છે આ પરત સૂક્ષ્મ જીવાણુ ઑ નો ખોરાક બને છે અન છેલ્લે જમીન મા ભળી જાઇ તેને ઉપજાઉ બનાવે છે.


**  નિયમ ૩ **

ઍક જ પ્રકાર નો પાક ન લેતા જુદા જુદા પ્રકાર નો પાક ઍક જ સમયે વાવવો જોઈયે.
દા.ત ત્રણ ઍકર નુ ખેતર હોય તો તેમા દોઢ દોઢ ઍકર મા બે અલગ અલગ પાક લાઇ શકાય અથવા તો ઍક જ પાક ની અલગ અલગ જાત વાવવી જોઈયે.

આમ કરવાથી જમીન ની ફળદ્રુપતા વધે છે અને જીવાત પર નિયત્રણ લાગે છે.

સમયચક્ર સાથે તાલમેલ સાધી ખેડૂતે બે કે તેથી વધુ પાક ઍક જ સમયે ઉગાડવો જોઈયે.

જ્યા સુધી સંભવ હોય ત્યા સુધી તો દરેક ખેતર મા બે દાણા વળી ( ઍટલે કે ફળી વાળી ) અને કપાસ / ઘઉ / ચૉરા ( જેવા ઍક દાણા વાળો પાક વાવવો જોઈયે ).

ફળી વળી ( ઍટલે કે બે દાણા વળી ) ફસલ જમીન ને પૂરતો નાઇટ્રોજન પુરો પાડે છે. દર વખતે ઍક જ જાત નો કપાસ ન વાવતા જુદા જુદા પ્રકાર ની કિસ્મ નો પ્રયોગ કરવો જોઈયે

જુદા જુદા પાક સાથે વાવી શકાય તેવા પાક

બાજરા સાથે : મગ , કોથમરી

ચણા સાથે : સુરજમુખી , મકાઈ , બાજરો

કપાસ સાથે : ડુંગળી , ટામેટા , મકાઈ , બજારો , મરચા

ઘઉ સાથે : ચણા , સરસો , કોથમરી , રાજમા , શેરડી

બીજા ધાન્ય સાથે : મગ , મેથી , પાલક , કોથમરી વગેરે વાવી શકાય.


**** ભાગ ૨ આવતી કાલે

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com 

 
- આશિષ જાડેજા

ઝાડવા / વૃક્ષો / રોપા વિશે વિસ્તૃત માહિતી





કુદરતી ખેતી મા ઝાડવા ઑ નુ ઘણુ મહત્વ છે.આપણે ઝાડવા ઑ ફક્ત ફળ માટે કે લાકડુ મેળવવા માટે નથી ઉગાડવાના તેનો ઉપયોગ ઍના પાંદડા વગેરે થી આપણા પાક ને ખોરાક પુરો પાડવા  કરવાનો છે (બાયોમાસ તરીકે).

સાથે સાથે ઍવા વૃક્ષો પણ વાવવા ના છે જે જલ્દી ઉગે અને પાક ને જરૂરી નાઇટ્રોજન પુરો પાડે.

ખેતર મા કે વાડી મા ઍક જ પ્રકાર ના વૃક્ષો ન વાવતા તેમા વિવિધતા રાખવી જોઈયે.

1 ઍકર મા ઑછા મા ઓછા ૬ કે તેથી વધારે પ્રકાર ના વૃક્ષો જરૂર હોવા જોઈયે. અને જો ખેતર ની વચ્ચોવચ વૃક્ષો હોય તો તેને સાત કે આઠ ફુટ થી ઉચા ન થવા દેવા જોઈયે અને તેની છંટાઈ કરતા રહેવુ જોઈયે ( આ ડાળીયો નો ઉપયોગ જમીન ઢાંકવા માટે કરવો જોઈયે ).

આ ઝાડવા ઑની નીચે ઓછા તડકા ની જરૂર પડે તેવી ફસલો ઉગાડવી જોઈયે જેમકે કોથમરી , પપૈયુ , ફુદિનો , મગફળી , વેલ મા ઉગે તેવી શાકભાજીઑ ( આમ કરવાથી જૈવ વૈવિધ્યતા વધારવામા સહાયતા મળશે ).

કા તો તમે પ્લાસ્ટિક ના બૉટલ / કૂંડા નો ઉપયોગ કરી શકો જે ગઈ કાલ ની પોસ્ટ મા જણાવ્યુ તેવી રીતે..

બીજી રીત : તમે પ્લાસ્ટિક ની જબલા થેલી કે દૂધ ની થેલીઑનો ઉપયોગ કરી શકો અને તેમા ઝાડ નુ બી વાવી બરોબર ઉગે કે તે રોપા ને નક્કી કરેલી જગ્યા ઍ વાવી દેવો જોઈયે

ત્રીજી રીત : તમે ૧૫ સેંટીમિટર ઉચાઈ અન ૪ ઈંચ વ્યાસ ધરાવતો PVC પાઇપ લેવો તેમા નીચે થી ૧ સેન્ટીમીટર ઉચાઈ ઍ ચારે બાજુ ૧ ૧ કાણુ કેરી લેવુ આ પાઇપ ના ટુકડા ને હવે કોઈક મજબૂત લાકડાની પ્લેટ કે સીધી વસ્તુ પર ગોઠવી તેમા માટી ભરી રોપા વાવવા માટે ઉપયોગ કરવો બી વાવી બરોબર ઉગે કે તે રોપા ને નક્કી કરેલી જગ્યા ઍ વાવી દેવો જોઈયે.


અને તેવી અનેક વસ્તુ ઑ તમારી આજુબાજુ જ છે જેનો ઉપયોગ તમે રોપા ઉગાડવા કરી શકો

સરળતા થી ઉગી શકે તેવા ઝાડવા ઑ..............

આંબળા , પપૈયૂ , કેરી , ચિક્કૂ , જાંબુ , દાડમ , જામફળ , લિમ્બૂ , બોરા , સીતાફળ , નારીયેળ , લીંબડો , સરગવો , ખાટી કે મીથી આંબલી વગેરે વગેરે ( અને તે દરેક વૃક્ષો જે તમારે ત્યાની આબોહવા ની અનુકુળ હોય ). જો તમને આની વિષે વધુ જાણકારી જોતી હાય તો તે તમારી આજુ બાજુ મા નર્સરી હોય તો તે જરૂર આપી શકશે અને સમજાવી શકશે કે તમારા વિસ્તાર મા બીજા કયા કયા ઝાડ સારા ઉગશે.

મુખ્ય સમજણ ઝાડ વિશે તે છે કે જેમ ઝાડ મોટુ થતુ જાય તેમ તેના મૂળ આગળ વધતા જાય અને છતા તમે તેના થડ પર જ પાણી નાખો તો તે તેને બરોબર મળી શકતુ નથી

જ્યારે સૂરજ માથા ની બરોબર ઉપર હોય ( અંદાજે ૧૨ વાગ્યાની આસપાસ ) અન ઝાડ નો
પડછાયો જ્યા પડતો હોય ત્યા ફરતી બાજુ પાણી નાખવુ જોઈયે...

તમારે પાણી ક્યા નાખવુ જોઈયે તે નીચે ફોટો છે જેથી સમજવા મા આસાની રહે. જો ત્યા જ પાણી નાખશો તો મૂળ વધુ ને વધુ પાણી શોષી શકશે અન ઝાડ ની વ્ર્રુધિ સારી થશે.



** ખેતર ની કિનારી પર ઉચા ઝાડ વાવવા જોઈયે.

ઝાડ વાવવા ના અનેક ફાયદા છે....

* જમીન નુ ધોવાણ થતુ અટકે છે

* જમીન ની પાણી શોષવા ની શક્તિ વધે છે

* અને આ ઝાડવા ઑ ના મૂળ જમીન મા  નીચે સુધી જતા હોવાથી તે જમીનમાથી બીજા અનેક ઉપયોગી તત્વો નુ શોષણ કરી શકે છે અને પાંદ જ્યારે ખરે છે તે પાછા માટીમા ભળી આપણા પાક ને મદદ રૂપ થાય છે.

* ઝાડ પર બેસતા પંખીઑના કારણે જીવ જંતુ નિયંત્રણ મા મોટો ફાયદો થાય છે.

ઍવા ઘણા પંખી ઑ છે જે નાના નાના જીવજંતુ ઑ પર જ નભે છે અને આપણે જ્યારે ઝેરી દવા ઑ છાટીઍ છીઍ ઍટલે અનેક જીવ જંતુ ઑ મરી જાય છે અને તેથી જ જ્યારે જીવ જંતુ ન મળે ત્યારે આ પક્ષી ઑ ધન્ય ખાય છે.

તેથી પંખીઑને મિત્ર તરીકે જોવા જોઈયે અને વધુ ને વધુ પંખી ઑ આવે તેવી સગવડ કરવી જોઈયે..

** તમને ઍમ થશે કે રોપા તો વાવી નાખ્યા પણ હવે તેની માટે કુદરતી ખાતર કેમ બનાવવુ. રોપામા જીવાત લાગે તો કુદરતી દવા ની જરૂર પડે તે કેવી રીતે બનાવવી .../આ દરેક માહિતી ઍક ઍક  કરી ને પોસ્ટ કરતો જઇશ માટે આ બ્લોગ ની ફૉલોવ કરતા રહો.**

જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


- આશિષ જાડેજા

Friday, December 20, 2013

કુદરતી ખેતી કરવા માટે ની જરૂરી વસ્તુઑ...

( દરેક વિષે વિસ્તૃત માહિતી ઍક ઍક કરી ને પોસ્ટ કરીશ )

* બિયારણ

બિયારણ કુદરતી ખેતી નુ મુખ્ય અંગ છે આજે લગભગ બધા જ ખેડૂત મિત્રો બજાર મા ઉપલબ્ધ કેમિકલ ની પરત ચડાવેલુ બિયારણ જ વાપરે છે.

અને આ બિયારણ ખુબજ મોંઘુ ઍટલે કે કપાસ નુ જ બી લઈ લ્યો તો તે ૮૦૦ થી ૧૨૦૦ રૂપિયે અડધો કિલો મળે છે તેના પરથી જ સમજી શકાય કે આ રાસાયણીક ખેતી નો ખર્ચો કેટલો થતો હશે

દેશી બિયારણ ને તો લગભગ ભૂલી જ ગયા છે. પણ કુદરતી ખેતી માટે આપણે દેશી બિયારણ જ વાપરવાનુ છે.


* ગાય નુ છાણ/ ગૌમુત્ર ( કુદરતી ખાતર અને દવા બનાવવા માટે )



જ્યારે બકરી નુ બચ્ચુ જન્મે છે ત્યારે બે બે કરે છે...બિલાડી નુ બચ્ચુ જન્મે છે ત્યારે મ્યાઉ મ્યાઉ કરે છે પણ આખી સૃષ્ટિ મા ઍક જ ઍવુ પ્રાણી છે જેનુ બચ્ચુ જન્મે તો તે મા મા કરે છે તે જ આપની ગાય માતા

ભારત મા બધા હિન્દુ ઑ ગાય ને માતા તરીકે પણ ઑળખે છે.

ગાય માતા ના દૂધ થી લઈ છાણ , ગૌમુત્ર સુધી બધી વસ્તુ ઑ કામ આવે છે.

ગાય નુ છાણ અને ગૌમુત્ર કુદરતી ખેતી કરવા માટે ની મુખ્ય જરૂરીયાત છે.

ગાય ના છાણ અન ગૌમુત્રમાથી કુદરતી ખાતર અને કુદરતી દવા બનાવવા મા આવે છે.

દરેક ખેડૂત મિત્રો ઍ સંભવ હાય ત્યા સુધી પોતાના ખેતર કે વાડી મા ઍક કે વધુ ગાય જરૂર બાંધવી.....

ઍકલી ગાય નુ છાણ પણ ચાલે અથવા ગાય ના છાણ સાથે બીજા પ્રાણી ઑ નુ છાણ હાય તો તે પણ વાપરી શકાય...


* બાયોમાસ

ખેતર નો કચરો જેવો કે ઘાસ , પાંદ , ડાળી ઑ, વનસ્પતી ના અવશેષ , પાક લણયા પછી નો કચરો વગેરે આપણા ખેતર ની બહાર ન જાવો જોઈયે.પણ તેમા પ્લાસ્ટિક ન હોય તેનુ ધ્યાન રાખવુ.

તેનો ઉપયોગ વિવિધ કાર્ય માટે થાય છે જેમ કે ખાતર બનાવવા , જમીન ઢાંકાવા વગેરે વગેરે.


* નકામી સાડીઑ કલર કલર ની કે નકામુ કાપડ

જો તમારા વિસ્તાર મા પ્રાણીઑની હેરાનગતિ બહુ હોય તો આ ઍક સફળ ઉપાય છે

કલર કલર ની સાડીઑ જે બજાર મા સસ્તા મા મળી રહે છે તે અથવા નકામુ કલર કલર નુ કાપડ ખેતર ફરતે થોડા થોડા અંતરે લાકડા ના ટેકે ઉડતુ રહે તેમ લગાડી દેવુ તેનાથી મોટા ભાગ ના પ્રાણીઑ બીવે છે અને ખેતરથી દૂર રહે છે.

જો તમારા ખેતર ફરતે જાળ હાય તો પણ આ પ્રયોગ કરવો કારણ કે પક્ષી ઑ પણ આ કલર કલર ના ઉડતા કપડા થી બીવે છે અન પાક ની નુકશાન પહોચડતા નથી.


* પ્લાસ્ટિક ની બૉટલ ( ઠંડા ના બૉટલ ) / બરણી 

પ્લાસ્ટિક ના બૉટલ / બરણી નો મુખ્ય ઉપયોગ રોપા ઉગાડવા માટે કરવો.


રીત : પ્લાસ્ટિક ની બૉટલ ને ઉપર થી કાપી લેવી લગભગ 10 થી 15 સેન્ટીમીટર ની ઉચાઈ રાખવી. અને નીચે ચાર પાચ નાના કાણા પાડી દેવા પાણી નિકળવા માટે.

પછી તેમા ઉપર 2.5 સેન્ટીમીટર જગ્યા રહે તેટલી માટી ભરી દેવી અને જે પણ છોડ વાવવો હોય તે વાવવો. અને જ્યારે છોડ ની ઉચ્ચાઈ ઍક વેત જેટલી થઈ જાય ત્યારે તેને તે પ્લાસ્ટિક ના કૂંડા માથી સાવધાની પૂર્વક કાઢી ને નક્કી કરેલી જગ્યા ઍ ખેતર કે વાડી મા વાવી દેવુ.

તમે પ્લાસ્ટિક ના કે માટી ના કૂંડા જે બજાર મા સરળતા થી મળી રહે છે તે પણ વાપરી શકો છો.


* ઝાડવા

કુદરતી ખેતી મા ખેતર મા વાવવા મા આવતા ઝાડ નુ પણ ખૂબ મહત્વ છે.
કયા કયા ઝાડ કેવી રીતે વાવવા દરેક માહિતી ઍક પછી ઍક પોસ્ટ કરતો જઈશ આ બ્લોગ મા..

* આવી અનેક નાની નાની માહિતી તમારા ઈમેલ બૉક્સ મા મેળવવા સબસ્ક્રાઇબ કરો મા જઈ તમારુ ઈમેલ ઍડ્રેસ નાખી સબસ્ક્રાઇબ કરો *


જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


-આશિષ જાડેજા



ઍક સમજવા જેવી વાર્તા

અમારા ગામ ના ઍક ખેડૂત જે રાસાયણીક ખાતર અને દવા નો પ્રયોગ કરી ને બાજરી ની ખેતી કરી હતી...અને તે જ ખેડૂત ના બાજુ વાળી વાડી મા કુદરતી ખેતી કરતા મારા મિત્ર ઍ પણ બાજરી ની જ ખેતી કરી હતી..

જ્યારે બાજરી ના ડોડા/છરા આવ્યા ત્યારે ચકલી,કબૂતર અને ઍવા ઘણા પક્ષી ઑ કુદરતી ખેતી કરતા ખેડૂત મિત્ર ની વાડી મા આવ વા લાગ્યા જુવાર ખાતા અન ઉડાઉડ કરતા...

પણ બાજુ વાળા ખેડૂત જે રાસાયણીક ખેતી કરતા હતા તેમની વાડી મા ઍક ચકલી પણ ન ફરકે...

જો આ પક્ષી ઑ આટલુ સમજી શકતા હાય તો આપણે તો માનવી છીઍ...
જે ધાન્ય ચકલી ઑ નથી ખાટી ઍ આપણે કેમ ખાવુ જોઈયે...

આ વાત મોટો બોધ આપી જાય છે કે હવે સમય પાકી ગયો છે....કુદરતી ખેતી અપનાવો અને ખુશ હાલ જીવન જીવો.

હવે કાલ થી આપણે જોઈશુ કુદરતી ખેતી કરવી કેવી રીતે..............


જુઓ આની પહેલા ની પોસ્ટ

www.karokudratikheti.blogspot.com


-આશિષ જાડેજા

શુ કુદરતી ખેતી અપનાવવા થી શરૂઆત ના વર્ષો મા નુકશાન થાય છે.......???

ઍવુ સાંભળવા મા આવે છે કે કુદરતી ખેતી અપનાવવા વાળા ખેડૂત ની શરૂઆત ના વર્ષો મા ઉપજ / ઉત્પાદન ઘટે છે....

પણ આ સચ્ચાઈ નથી..

હા જો પુરી તૈયારી સાથે કુદરતી ખેતી અપનાવવામા આવે તો..

જેમકે દરેક પ્રકાર ની બાયોમાસ ( ઍટલે કે કૃષિ અવશેષ, ઝાડ ના પાંદ, વનસ્પતી વગેરે ) વાપરવામા આવે અને તે પણ પૂરા જ્ઞાન સાથે તો પેલા વર્ષે પણ નુકશાન નથી થતૂ.

પણ જો આ ન કરવા મા આવે તો આવક જરૂર ઘટી શકે....છતા પણ ત્રીજા વર્ષ સુદી પેદાવાર ઍટલી જ થઈ જશે જેટલી રાસાયણીક ખાતર વાપરી ને મળતી હતી..

ગણતરી પ્રમાણે કુદરતી ખેતી મા ખર્ચો ઑછો અને આવક વધશે તેથી સરવાળે ફાયદો તો વધવાનો જે

અને છતા પણ શરૂઆત ના ૨ વર્ષ મૂકી ને ઉત્પાદન મા કોઈ જ ઘટાડો ન થાય તે હજારો ખેડૂતો ના અનુભવ ના હિશાબે જાણવા મળ્યુ છે

આપણા દેશ મા મહારાષ્ટ્ર,ગુજરાત,કર્ણાટક જેવા રાજ્યો ના ખેડૂતો મોટા પાયા પર કુદરતી ખેતી સફળતા પૂર્વક કરી રહ્યા છે.

ઍક વૈજ્ઞાનિક ડૉક્ટર ઍ તેમના ખેતર મા કરેલા પ્રયોગો પર થી તે સ્પષ્ટ થઈ ગયુ કે રાસાયણીક ખેતી કરતા કુદરતી ખેતી મા ફાયદો જાજો થાય છે.

પંજાબ જ્યા ખેતી ઍટલા મોટા પાયા પર થાય છે તે વધુ પડતા રાસાયણીક ખાતર અને ઝેર ને લીધે ખખડી ગયુ છે હવે ત્યાના પણ ખેડુતો આ કુદરતી ખેતી ના માર્ગ પર વળયા છે.હરિયાણા ના ખેડૂતો પણ હવે કુદરતી ખેતી કરી સફળ પરિણામો મેળવી રહયા છે.


જુઓ આની પહેલા ની પોસ્ટ 

www.karokudratikheti.blogspot.com

 

-આશિષ જાડેજા



Thursday, December 19, 2013

આજ નો ખેડૂત

રાસાયણીક ખાતર
આજ ના ખેડૂત ને ખેતી માટે ઘણી બધી વસ્તુઑ ખરીદવી પડે છે પાક વાવતા પહેલા થી લઈ ને પાક લણવા સુધી,બિયારણ થી લઈ ને રાસાયણીક ખાતર,દવાઓ સુધી......

તેથી ખેડૂત હંમેશા આર્થિક રીતે દબાયેલો રહે છે.અને પાક લણે કે તરત જ વેચવો પડે છે. દરવખત થી વધારે રાસાયણીક ખાતર અને દવા ઑ ની જરૂર પડે છે પરંતુ ઉપજ અન ઉપજ ની કિંમત નો કોઈ ભરોસો  નહી.

રાસાયણીક ખાતર અને દવા વાપરવાથી પાકો ની ગુણવતા ઘટતી જાય છે. બિમારિયો વધી રહી છે સાથે સાથે જમીન,પાણી અને ત્યા સુધી કે માતા ના દૂધ મા પણ આ રાસાયણીક દવા ઑ ના અંશ જોવા મળ્યા છે ( સત્યમેવ જયતે નો ઍપિસોડ જોયો હોય તો આ વાત યાદ હશે ).

શુ આનો કોઈ ઉપાય નથી.......??

હા આનો ઉપાય છે કે ઍવી રાહ જેના પર ચાલી ને ખેડૂત મિત્ર આ રાસાયણીક ઝેરો ના ચંગૂલ માથી મુક્ત થઈ શકે અને વધુ ને વધુ લોકો ઝેર મુક્ત ખેતી અપનાવી શકે અને વધુ ને વધુ લોકો ને ઝેર મુક્ત ભોજન મળી રહે તે રાહ છે '' કુદરતી ખેતી '' ની....

ઘણા ખેડૂત પોતાના ખેતર મા પાક જેવા કે ઘઉ,મગ વગેરે મા રાસાયણીક ખાતર અને દવા નો ઉપયોગ છોડી ગાય ના છાણ અને ગૌમુત્ર નો ઉપયોગ કરે છે.પણ પેદાશ ઘટે છે કારણ કે ફક્ત ગાય ના છાણ કે ગૌમુત્ર થી પેદાશ વધવાની નથી તેની સાથે બીજી ઘણી બાબતો ધ્યાન મા રાખવા જેવી છે તે આ બ્લોગ મા જાણીશુ જેથી પેદાશ ન ઘટે.

આ બ્લોગ તે દરેક વ્યક્તિ માટે છે જે ખેતી કરે છે અને તે જે આ પેદાશ વાપરે છે...અને જાણીશુ કે કેવી રીતે આપણો ખેડૂત મિત્ર વધુ ને વધુ સ્વાવલંબી બની શકે..


રાસાયણીક ખેતી કરવા થી થતા નુકશાન

* દર વખતે રાસાયણીક ખાતર અને દવા ના ઉપયોગ મા વધારો કરવો પડે છે

* જમીન,પાણી ખરાબ થાય છે

* માનવ સ્વાસ્થ્ય ઉપર આ કેમિકલ ની વિપરીત અસરો થાય છે

* જમીન મા ઉપયોગી ઍવા સૂક્ષ્મા જીવો ની સંખ્યા ઘટે છે

ઘણા ખેડૂતો ઍ પહેલા હરીયાળી ક્રાંતિ ની આડ મા રાસાયણીક ખેતી મોટા પાયે કરી...ફાયદો પણ કર્યો પણ જ્યારે તેમના સ્વાસ્થ્ય પર આ દવાઑની અસર દેખાવા લાગી ત્યારે તે નવો માર્ગ શોધવા લાગ્યા જેના પર ચાલી સ્વાસ્થ્ય અને પાક બંને સારા મળી રહે અને તે માર્ગ ઍટલે જ "કુદરતી ખેતી"...


www.karokudratikheti.blogspot.com

 

-આશિષ જાડેજા

કુદરતી ખેતી ઍટલે શુ?

રાસાયણીક દવા કે ખાતર વગર ની  ખેતી ને રસાયણમુક્ત ખેતી, સજીવ ખેતી ,જૈવિક   ખેતી,પ્રાકૃતીક ખેતી, ઑર્ગૅનિક ખેતી અથવા કુદરતી ખેતી કહે છે.અને અંગ્રેજી મા ઑર્ગૅનિક ફાર્મિંગ.

            આપણે કુદરતી ખેતી ની શુન્ય બજેટ ખેતી પણ કહી સકિયે.આ પ્રકાર ની ખેતી મા કોઈ પણ પ્રકાર ની બહાર થી ખરીદેલી,ઝેરી વસ્તુ ઑ નો ઉપયોગ નથી કરવામા આવતો. આજથી સો દોઢસો વર્ષ પહેલા જેવી રીતે આપણા પૂર્વજો ખેતી કરતા હતા તે બધી રીતો ( જે હૂ આ બ્લોગ મા જણાવીશ ) અપનાવી આપણે કુદરતી ખેતી કરવાની છે.અને જો તમે આજ થી જ આ નાની બાબતો ધ્યાન મા રાખી ને કુદરતી ખેતી કરવાનુ ચાલુ કરશો તો,ન તો તમારી ઉપજ વધશે અને સાથે સાથે સારુ સ્વાસ્થ્ય મફત અને કુદરત ની સેવા કર્યા નો ગર્વ અને આનંદ અલગ. 

જુઓ આની પહેલા ની પોસ્ટ  

www.karokudaratikheti.blogspot.com   

 

-આશિષ જાડેજા

Wednesday, December 18, 2013

પ્રસ્તાવના

આજ ના ઍક્સપ્રેસ યુગમા બધાને પૈસા કમાવવાની ઉતાવળ છે. જલ્દી ની જલ્દી લાખપતિ ને કરોડપતિ બનવુ છે પછી ભલે ગમે તે રસ્તો ના હોય. આ ઍક્સપ્રેસ યુગ મા આપણો ખેડૂત જેને બધા અન્નદાતા કે ધરતીપુત્ર પણ કહે છે તે પણ બદલાયો છે. વધુ ને વધુ નફો રળવાની લાલચ મા તે પોતાની કર્મભૂમિ ( ઍટલે કે ખેતર કે વાડી ) મા વધુ ને વધુ રાસાયણીક ખાતર, દવાઓ નો ઉપયોગ કરવા લાગ્યો છે. પણ લાગે છે કે ઍ ભૂલી ગયો છે કે વધુ ને વધુ  રાસાયણીક ખાતર, દવાઓ ના ઉપયોગ થી જમીન ની ફળદૃપતા ઑછી થાય છે અને તેના શરીર ને પણ આ કેમિકલ થી નુકશાન થાય છે.( રાસાયણીક ખાતર અને દવા થી ઉગેલો પાક પણ ઍટલો  જ માનવ શરીર માટે હાનિકારક છે ) આ ઍક આંધળી દોટ છે. 

પણ હવે ધીરે ધીરે દરેક ને આ વાત સમજાણી હોય તેમ ઘણા ખેડૂતો કુદરતી ખેતી તરફ વળી રહ્યા છે જે ખરેખર રાજી થવા જેવી વાત છે. ઘણા ખેડૂતો ને કુદરતી ખેતી કરવી છે પણ કોઈ માર્ગદર્શન આપવા વાળુ નથી. ફક્ત છાણ અને ગૌમુત્ર ના ઉપયોગ થી ખેતી નથી થતી તે બીજી ઘણી સમજણ માગી લે છે.

આ બ્લોગ થકી હૂ દરેક તે ખેડૂતમિત્ર જે કુદરતી ખેતી તરફ વળવા માંગે છે તેમને મદદરૂપ થવા નાનકડો પ્રયત્ન કરી રહ્યો છુ.આ બ્લોગ કુદરતી ખેતી કરતા મારા ખેડૂત મિત્રો ના અનુભવો પર આધારીત છે. આ બ્લોગ હૂ તમામ પાસાઓને ધ્યાન મા રાખી લખવાનો પૂરતો પ્રયત્ન કરીશ સાથે સાથે તમારો સહકાર્ય પણ આવકાર્ય છે. તમે આ બ્લોગ તમારા ખેડૂત મિત્રો સાથે શેયર કરો જેથી તે પણ આ બ્લોગ નો પૂરે પુરો ફાયદો ઉપાડી શકે અને કુદરતી ખેતી તરફ વળી શકે.


* ચેતવણી *

આ બ્લોગ ને કોઈ પણ બુક રીતે પ્રસ્તુત કરી શકશે નહી અને બુક રૂપે પ્રસ્તુત કરવો હોય તો આશિષ જાડેજા નો સંપર્ક કરવો EMAIL ID: ashish85_jadeja@hotmail.com
 

આ બ્લોગ બનાવવા નો મુખ્ય ઉદ્દેશ કુદરતી ખેતી માટે જરૂરી માહિતી પુરી પાડવાનો છે તેના દ્વારા થતો ફાયદો કે નુકશાન મા આ બ્લોગ જીંમેદાર નથી


www.karokudratikheti.blogspot.in


-આશિષ જાડેજા