Saturday, June 18, 2016

ગાય ની છાસ ની સજીવખેતી માં ઉપયોગીતા ( Butter Milk)



                ગાય ની  છાસ  ખેતી  માં  ખુબજ  ઉપયોગી  થઇ  સકે  છે. આઠ થી દસ દિવસ છાસ ને રાખી દેવી ખુબજ ખાટી થઇ જશે અને વાસ મારશે. છાસ માં ખટાસ હોવાથી તે કોઈપણ જાત ની ફૂગ હોય તેનો નાશ કરી સકે છે. આથી સજીવ ખેતી માં કોઈપણ જાત ની ફૂગ આવે તો તેમાં પાણી નાખી અને છાસ નો છંટકાવ કરી શકાશે
              તમારી જમીન માં ખારાસ નું પ્રમાણ વધારે હોય તો તેને દુર કરવા પણ છાસ નો પ્રયોગ કરી સકાય અને તે માટે ખારાસ વાડી જમીન માં  ખાટી છાસ ને પાણી સાથે ધોરીયા ધ્વારા આપી ને જમીન ને સુધારી સકાય છે. આ પ્રયોગ ગણ બધા લોકો એ કરેલ છે. અને સારા માં સારું પરિણામ મળેલ છે.  

         છાસ દ્વારા ખારા પાણી ઉપર નિયંત્રણ રાખી શકાય છે . મેં જાતે પ્રયોગ કરેલ છે. અમારે ગામ નું પાણી ૧૦૦૦૦  દસ હજાર ટી.ડી.એસ. છે . મેં અખતરો કરીયો તે પ્રમાણે ૫૦ એમ. એલ. પાણી માં ૫ એમ. એલ. છાસ નાખી  તો  પાણી ના ટી.ડી.એસ. ૧૦૦૦૦ થી સીધા ૭૩૦૦ સાત હજાર ત્રણસો ટી.ડી.એસ. ઉપર પાણી આવી ગયું. મતલબ કે ૨૦૦૦ થી ૨૫૦૦ ટી.ડી.એસ. કંટ્રોલ થઇ શકે. લીંબુ ના ફૂલ નો પણ ઉપયોગ ટી.ડી.એસ. ગટાડવા માટે થઇ શકે. 



જુઓ આની પહેલા ની પોસ્ટ

http://karokudratikheti.blogspot.com 

-આશિષ જાડેજા
 & નરેન્દ્રસિંહ ઝાલા