Friday, December 27, 2013

બિયારણ અંકુરણ પરીક્ષણ અને ઉપચારિત કરવાની રીત ( ભાગ ૧ )

સારા પ્રકાર ના દેશી બીજ નો ચુનાવ કર્યા પછી ૨ કામ જરૂર કરવા જોઈયે

* બીજ અંકુરણ પરીક્ષણ
* બીજ ઉપચાર

wheat seeds
 આપણે આના પાછળ ની પોસ્ટ મા જોયુ કે કુદરતી ખાતર,જીવામૃત કેવી રીતે બનાવવુ..જેથી જમીન ની ફળદૃપતા વધી શકે.હવે આપણે જોઈશુ કે બિયારણ નુ અંકુરણ પરીક્ષણ ( બિયારણ વ્યવસ્થિત ઉગે છે કે નહી ) અને ત્યાર બાદ આપણે જોઈશુ આ અંકુરણ પરીક્ષણ કરેલા બીજ પર કેવી રીતે કુદરતી પ્રકારે ઉપચાર કરી પછી જ વાવણી કરવી ( તે આવતી કાલ ની પોસ્ટ મા જોઈશુ ).


 બિયારણ અંકુરણ પરીક્ષણ કેમ કરવુ

તમે ખરીદેલા બિયારણ માથી તમારે આખ બંધ કરી ને ૧ મુઠ્ઠી બીજ લેવા અને પછી આ બીજ પર અંકુરણ પરીક્ષણ કરવુ.

રીત ૧

અંકુરણ પરીક્ષણ તેવી જ રીતે થાય જે રીતે આપણે આપણા ઘરે કઠોળ ફણગાવીઍ છીઍ.

સૌ પ્રથમ બીજ ને થોડાક કલાક પાણી મા પલાળી રાખવા ( અંદાજે ૮ કલાક ઉનાળા ની ઋતુ મા અને તેથી થોડો વધુ સમય શિયાળા ની ઋતુ મા ).

ત્યાર બાદ

આ પાણી મા રાખેલા બીજ ને ઍક સુતરાઉ કાપડ મા લપેટી લેવુ અને. પાણી મા ભીનુ કરી અંધારી પણ હવા વાળી જગ્યા મા રાખી દેવુ અને ભીનાશ બની રહે તેનુ ધ્યાન રાખવુ.

થોડાક દિવસ ( અંદાજે ૩ દિવસ ) પછી આ બીજ ને જોઈ લેવા જો તેમા ૭૦ % થી ૯૦ % અંકુરણ થયુ હોય તો તે બીજ વ્યવસ્થિત અને સારા છે તેમ સમજવુ.

રીત ૨

બીજી રીત પ્રમાણે

સમાચાર પત્ર / છાપુ લેવુ અને તેને ચોરસ આકાર મા કાપી લેવુ..

ત્યાર બાદ આ સમાચાર પત્ર ના ટુકડા ને પાણી થી પલાળી લેવુ ત્યાર બાદ તેમા આંખ બંધ કરી લીધેલા બીજ ( અંદાજે ૧ મૂઠી ~ ૫૦ થી ૧૦૦ દાણા ) તેમા રાખી ચૉક્લેટ ની જેમ વાળી લેવુ બહુ ફીટ ન કરવુ અને બંને બાજુ દોરા બાંધી લેવા જેથી બિયારણ બહાર ન પડી જાય.

ત્યાર બાદ આ પડિકા ને પાણી મા પલાળી વધારા નુ પાણી નીકળી જાય પછી તેને પ્લાસ્ટિક ની થેલી મા લપેટી ઘર મા રાખી દેવુ. ૩ ~ ૪ દિવસ પછી આ અંકુરીત થયેલા બીજ ની સંખ્યા અને અંકુરિત ન થયેલા બીજ ની સંખ્યા ગણી લેવી જો તે ૭૦ % થી વધુ હોય તો બીજ સારા છે તેમ સમજવુ.

બીજ નુ અંકુરણ પરીક્ષણ વાવતા પહેલા ૨ ~ ૩ અઠવાડિયા કરી લેવુ જોઈયે જેથી જો બીજ બરોબર ન હોય તો સમયે બદલી કરી શકાય અને ખોટી ભાગદોડ ન થઈ પડે.

જુઓ આની પહેલા ની પોસ્ટ

http://KaroKudratiKheti.blogspot.com

 

-આશિષ જાડેજા


No comments:

Post a Comment